ભારતમાં ભાગેડુ જાહેર કરાયેલા ઈસ્લામિક વિદ્વાન ઝાકિર નાઈક પાડોશી દેશ પાકિસ્તાનમાં ઝેર ઓકવાનું કામ કરી રહ્યો છે, વધુ એકવાર તેણે ભારત વિરુદ્ધ અપપ્રચાર કર્યો અને કહ્યું કે ઈસ્લામિક દેશમાં બિન-મુસ્લિમોએ જઝિયા ચૂકવવી જોઈએ, એટલે કે ખાસ પ્રકારનો વેરો આપવો જોઈએ. આમ કહીને તેમને પાકિસ્તાનમાં રહેતા બિન મુસ્લિમોને ટાર્ગેટ કયર્િ છે.
ભારતમાં ભાગેડુ જાહેર કરાયેલા ઈસ્લામિક વિદ્વાન ઝાકિર નાઈક પાકિસ્તાનને ભડકાવવાનું કામ કરી રહ્યો છે. તે 2016માં ભારતથી ભાગીને મલેશિયા ગયો હતો, જ્યાં સરકારે તેને આશ્રય આપ્યો હતો. આ દરમિયાન પાકિસ્તાને તેમને આમંત્રણ મોકલીને દેશમાં આવીને ભાષણ આપવા જણાવ્યું હતું. તેમનું સ્વાગત કરવા માટે શાહબાઝ શરીફ સરકારે રેડ કાર્પેટ પાથરી હતી અને ઝેડ પ્લસ સુરક્ષા પણ આપી હતી. જો કે, પાકિસ્તાન ઝાકિર ઈસ્લામના પ્રચારના નામે તેઓ બિન-મુસ્લિમો વિરુદ્ધ ઝેર ઓકી રહ્યા છે. આનું ઉદાહરણ ત્યારે જોવા મળ્યું જ્યારે તેણે બિન-મુસ્લિમો પાસેથી જિઝિયા (કર) વસૂલવાનું યોગ્ય ઠેરવ્યું.
ઝાકિર નાઈકે પાકિસ્તાનમાં પોતાના એક કાર્યક્રમ દરમિયાન એક સવાલનો જવાબ આપ્યો જે ત્યાંના ખ્રિસ્તી સમુદાય સાથે સંબંધિત હતો. એક પાકિસ્તાની ખ્રિસ્તીએ નાઈકને પૂછ્યું કે પયગંબર મોહમ્મદે નફરત ન કરવાનું શીખવ્યું હોવા છતાં પાકિસ્તાનમાં ખ્રિસ્તીઓને કેમ નફરત કરવામાં આવે છે. નાઈકના જવાબથી ઘણા લોકોને આશ્ચર્ય થયું. તેમણે કહ્યું કે ઈસ્લામિક ઈતિહાસમાં સૌથી વધુ સુરક્ષા બિન-મુસ્લિમોને મળી છે. આનું કારણ છે જઝિયા નામનો કર.
નાઇકે જઝિયાને આવકવેરા કરતાં ઓછો ગણાવ્યો
નાઈકે જઝિયાને નાનો કર ગણાવ્યો અને કહ્યું કે ઇસ્લામિક શાસકો હેઠળ, જઝિયા કર ચૂકવનારા બિન-મુસ્લિમોને રક્ષણ મળે છે. આ દ્વારા તેમને ઇસ્લામિક રાજ્યોમાં રહેવાનો અને આશ્રય મેળવવાનો અધિકાર મળ્યો, નાઇકે જઝિયાને આવકવેરા કરતાં ઓછો ગણાવ્યો અને તેને સુરક્ષાના બદલામાં ચૂકવવામાં આવતો ટેક્સ ગણાવ્યો. નાઈકના નિવેદનથી ઘણો વિવાદ થયો, કારણ કે ઐતિહાસિક રીતે ઈસ્લામિક શાસન હેઠળ બિન-મુસ્લિમો પર જઝિયા કર લાદવામાં આવ્યો હતો અને તેના વિશે મિશ્ર ધારણા છે.
ભારત સામે ઝેર ઓક્યું
ઝાકિર નાઈકે ભારતમાં મુસ્લિમો પર અત્યાચારના પાયાવિહોણા આક્ષેપો કયર્િ હતા તેમણે મલેશિયાનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે ત્યાં 6 ટકા હિંદુઓ છે. સરકાર હિંદુઓ સાથે જે રીતે વર્તે છે તેનું ઉદાહરણ છે. તેનાથી વિપરિત ભારતમાં મુસ્લિમોની સંખ્યા 14 ટકા છે પરંતુ ત્યાં સરકાર શું કરી રહી છે?
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકબૂતરોથી ૬૦થી વધુ બીમારીઓનો ખતરો: શ્વાસના રોગો ૧૫ ટકા વધ્યા
February 24, 2025 10:53 AMબોર્ડની પરીક્ષામાં બુટ- મોજા પહેર્યા હશે તો એકઝામ હોલની બહાર કાઢવા પડશે
February 24, 2025 10:50 AMટ્રમ્પે USAID ના 2000 કર્મીને કાઢી મુક્યા
February 24, 2025 10:48 AMદ્વારકાની ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:42 AMભવનાથ મહાશિવરાત્રી મેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૌપ્રથમવાર સંશોધન
February 24, 2025 10:41 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech