ઉત્તરાખંડની હલ્દ્વાની જેલમાં 1 મહિલા સહિત 44 કેદીઓના HIV રીપોર્ટ આવ્યા પોઝીટીવ

  • April 10, 2023 03:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉત્તરાખંડની હલ્દ્વાની જેલમાં 44 કેદીઓ એચઆઈવી પોઝિટિવ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. સુશીલા તિવારી હોસ્પિટલના એઆરટી સેન્ટર ઈન્ચાર્જ ડૉ. પરમજીત સિંહના જણાવ્યા મુજબ હલ્દ્વાની જેલમાં 44 કેદી હ્યુમન ઈમ્યુનો ડેફિશિયન્સી વાયરસ HIVથી પોઝિટિવ મળી આવ્યા હતા અને તેમાં એક મહિલા પણ એચઆઈવીથી સંક્રમિત હતી. 



જેલમાં એચઆઈવી પોઝિટિવ કેદીઓની સંખ્યા સતત વધી રહી છે  કેદીઓની સારવારની માહિતી આપતા ડૉ. સિંહે જણાવ્યું કે એચઆઈવી દર્દીઓ માટે એક એઆરટી એટલે કે એન્ટીરેટ્રોવાયરલ થેરેપી કેન્દ્ર સ્થાપિત કરાયું છે જ્યાં સંક્રમિત કેદીઓની સારવાર કરાય છે.

જે પણ કેદી એચઆઈવીથી સંક્રમિત થાય છે તેને રાષ્ટ્રીય એઈડ્સ નિયંત્રણ સંગઠન(NACO)ના દિશા-નિર્દેશો હેઠળ મફત સારવાર અને દવાઓ અપાય છે. હાલમાં જેલમાં 1629 પુરુષો અને 70 મહિલા કેદીઓ છે. આટલી મોટી સંખ્યામાં કેદીઓના એચઆઈવી પોઝિટિવ મળી આવતા જેલ તંત્ર પણ કેદીઓની નિયમિત તપાસ કરી રહ્યું છે જેથી એચઆઈવી સંક્રમિત કેદીઓને સમયસર સારવાર આપી શકાય. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application