સામસામા પક્ષે છ સામે ફરિયાદ
કલ્યાણપુર તાલુકાના નગડીયા ગામના વાડી વિસ્તારમાં રહેતા દેવાભાઈ મીણંદભાઈ કારાવદરા નામના 65 વર્ષના મેર વૃદ્ધને છેલ્લા કેટલાક સમયથી જમીન બાબતનું જૂનું મનદુઃખ ચાલ્યું આવતો હોવાથી આ જ વિસ્તારમાં રહેતા લખમણ મીણંદભાઈ કારાવદરા, કેશુ મીણંદભાઈ, અરજન મીણંદભાઈ અને આવડા લખમણભાઈ નામના ચાર શખ્સોએ તેમને બિભત્સ ગાળો કાઢી, તલવાર તથા કુહાડો લઈને આવી, હુમલો કરીને ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ પ્રકરણમાં સામા પક્ષે લખમણભાઈ મીણંદભાઈ કારાવદરા (ઉ.વ. 65, રહે. નગડીયા ગામ, વાડી વિસ્તાર) એ દેવાભાઈ મીણંદભાઈ કારાવદરા અને ભરત દેવાભાઈ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ફરિયાદી અને આરોપીઓ વચ્ચેના જમીન બાબતના જુના મનદુઃખનો ખાર રાખીને આરોપીઓએ મારક હથિયારો સાથે આવીને ફરિયાદી લખમણભાઈને ઇજાઓ કર્યાની તથા તેમના પુત્રને ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ સમગ્ર પ્રકરણ સંદર્ભે કલ્યાણપુર પોલીસે બંને પક્ષે કુલ છ શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. વી.આર. શુક્લ દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોમનાથ મહોત્સવનો આજે સાંજે મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ
February 24, 2025 10:33 AMછોટીકાશીમાં મહાશિવરાત્રીના પર્વે શિવ શોભાયાત્રાનું ભવ્ય આયોજન
February 24, 2025 10:28 AMદ્વારકાઃ ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:08 AMચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech