મેઘપરમાં એક યુવાનને છત પર ઉભા રહીને મોબાઇલમાં વાતચીત કરવું મોંઘું પડ્યું: જીવ ગુમાવ્યો

  • October 03, 2023 10:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છત પર ઉભા રહીને મોબાઇલમાં વાત કરી રહેલો યુવાન બેધ્યાન થઈ જતાં નીચે પટકાઈ પડ્યા પછી ગંભીર ઇજા થતાં અપમૃત્યુ


જામનગર જિલ્લાના લાલપુર તાલુકા ના મેઘપર ગામમાં છત પર ઊભા રહીને મોબાઇલમાં વાતચીત કરી રહેલો પરપ્રાંતિય  યુવાન બેધ્યાન થઈને નીચે પટકાઈ પડતાં અપ મૃત્યુ થયું છે.


ઉત્તર પ્રદેશના વતની અને હાલ લાલપુરના મેઘપર ગામમાં મકાનમાં ભાડેથી રહેતા સંદીપ રામ પ્રકાશ શર્મા નામના યુવાનને ફોનમાં વાત કરવું મોંઘુ પડ્યું છે, અને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. પરમદીને રાત્રે પોતાના મકાનની છત પર ઉભા રહીને પ્રદીપ મોબાઇલ ફોનમાં વાત કરવી રહ્યો હતો, જે દરમિયાન અકસ્માતે નીચે પટકાઈ પડ્યો હતો.

જ્યાં નીચે લોખંડના ચાર પાયાવાળો ખાટલો ઊંધો પડ્યો હતો, તેના પર પડતાં ગંભીર ઇજા થવાના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું.  આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ રાજેશ રામપ્રકાશ શર્માએ પોલીસને જાણ કરતાં મેઘપર પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application