પિતાએ કામ ધંધા બાબતે ઠપકો આપતા લાગી આવવાથી પગલુ ભર્યુ
ધ્રોલના લતીપર ગામમાં એક યુવાનને કામ ધંધો કરવા બાબતે પિતાએ ઠપકો આપતા માઠુ લાગી આવવાથી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા શોકની લાગણી ફેલાઇ ગઇ છે.
ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં રહેતા અબ્બાસ ઉર્ફે ઉકલો આમદભાઇ ઠેબા (ઉ.વ.39) નામના યુવાન કંઇ કામ ધંધો કરતા ન હોય જેથી તેમના પિતાએ કામ બાબતે ઠપકો આપ્યો હતો જેનું યુવાનને મનમાં લાગી આવતા તા. 15 રાત્રીના પોતાના રહેણાંક મકાને લોખંડના એન્ગલમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઇ લીધો હતો.
આથી યુવાનને સારવારમાં ધ્રોલ સરકારી હોસ્પીટલ ખાતે લઇ જવામાં આવેલ જયાં ફરજ પરના તબીબે મરણગયાનું જણાવ્યુ હતું, આ બનાવ અંગે લતીપર ગામમાં રહેતા આમદભાઇ સીદીકભાઇ ઠેબાએ ધ્રોલ પોલીસમાં જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech