કેશોદમાં ભુસા બોર્ડના દરવાજા કાપી ૧૪.૩૮ લાખના રોકડ દાગીનાની ચોરી

  • July 19, 2023 12:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેશોદની આલાપ કોલોની માં રહેણાંક મકાનમાં તસ્કરોનો તરખાટ ૭.૬૦ લાખની રોકડ અને સોના ચાંદીના દાગીના મળી ૧૪.૩૭ લાખની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.  કેશોદ ની આલાપ કોલોની મેઇન રોડ પર ઘંટી વાળી ગલીમાં રહેતા નારણભાઈ ભેટારીયા ના મકાનમાં અજાણ્યા તશ્કરે ઘુસી પ્લાયવુડના દરવાજા  નકુચા પાસેથી કાપી કબાટ નો દરવાજો તોડી તિજોરીમાંથી ૨૫ તોલાના ૬.૭૭ લાખના સોનાના દાગીના તથા ૭.૬૦ લાખની રોકડ મળી ૧૪.૩૭ લાપથી વધુ નો મુદ્દા માલ ચોરી થયા અંગે નારણભાઈ ભેટારીયા એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. લાખો ના મુદ્દા માલની ચોરીના પગલે વધુ તપાસ કેશોદ પીઆઇ કોળી એ હાથ ધરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application