મહત્તમ તાપમાન ૩૬ ડીગ્રીએ પહોંચ્યું પરંતુ હવામાં ભેજ ૪૦ ટકા થયો
ચૈત્ર મહીનો શરુ થઇ ગયો છે ત્યારે હવે ધીરે-ધીરે સૂર્યદેવતા કોપાયમાન થઇ રહ્યા છે, મહત્તમ તાપમાન પણ વધતું જાય છે, હવામાં ભેજ ૯૦ ટકા થઇ જતાં આજ સવારથી જ જામનગરમાં આજે પણ ગરમીનો માહોલ શરુ થયો છે અને બપોર બાદ ગરમી વધવાની શકયતા છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ રુમના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન ૩૬ ડીગ્રી રહ્યું હતું, લઘુતમ તાપમાન ૨૫ ડીગ્રી, હવામાં ભેજ ૯૦ ટકા અને પવનની ગતિ ૪૦ થી ૪૫ કિ.મી. પ્રતિકલાક રહી હતી.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ બે દિવસ સુધી અસહ્ય ગરમી પડશે અને એ મુજબ અસહ્ય ગરમી શરુ થઇ ચૂકી છે, ખેડુતોને ખેતરમાં કામ કરવામાં પણ મુશ્કેલી પડશે, ગામડાઓમાં પણ હવામાન સુકુ રહેશે અને તાપ વધુ પડશે. શહેરના કેટલાક વિસ્તારોમાં અસહ્ય ગરમી વચ્ચે પણ લાઇટ ગુલ થઇ ગઇ છે અને લોકો પરેશાન થયા છે. ગામડાઓમાં પણ ઉનાળો શરુ થતાં જ લાઇટની આવનજાવન શરુ થઇ ગઇ છે.
ગામડાઓમાં સવારથી ગરમીનો માહોલ છવાયો છે ત્યારે ખેડુતોને પણ ખેતીમાં કામ કરવામાં મુશ્કેલી પડી રહી છે, જો કે આ વખતે ગરમી લગભગ ૧૫ થી ૨૦ દિવસ મોડી છે ત્યારે આગામી દિવસોમાં એટલે કે ચાર-પાંચ દિવસમાં મહતમ તાપમાન ૪૦ થી ૪૫ ડીગ્રી સુધી પહોંચી જશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે. જો કે ગઇકાલે સાંજે ૪૦ થી ૪૫ કિ.મી.ની ઝડપે પવન ફુંકાતા ગરમીથી રાહત થઇ હતી.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આ વખતે મહત્તમ તાપમાન કેટલાક શહેરમાં ૪૩ થી ૪૪ ડીગ્રી રહેશે, એટલે કે ગયા વર્ષ કરતા ગરમી વધુ રહેશે, જો કે એક મહીનો અવારનવાર માવઠુ થયું છે તેથી ઉનાળાનું સમીકરણ પણ થોડુ બદલાયું છે તે પણ હકીકત છે.
કેટલાક ગામોમાં તાપમાન ૪૩ ડીગ્રી સુધી જઇ શકે છે તેવી હવામાન ખાતાએ આગાહી કરી દીધી છે, એટલે કે હવે સાચો ઉનાળો મોડો તો મોડો પણ શરુ થઇ જશે. જો કે જામનગરમાં ગઇકાલે પણ ૪૫ કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાતા થોડી ગરમીમાં રાહત થઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાંટવાના બોગસ લૂંટ મામલે 1.92 કરોડનો મુદ્દામાલ સોની વેપારીને સુપરત
September 20, 2024 12:25 PMદ્વારકા નજીક પૂરઝડપે જતી કારની હડફેટે ભેંસનું મૃત્યુ
September 20, 2024 12:24 PMમૂર્તિઓની ફેંકાફેંકી કરી વિસર્જન આ કેટલા અંશે વ્યાજબી?
September 20, 2024 12:23 PMજૈન મહિલાઓ સંચાલિત ગૃહઉદ્યોગ-વ્યવસાય-વેપારનું ભવ્ય પ્રદર્શન અને વેચાણ
September 20, 2024 12:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech