જામનગરમાં પ્રથમ વખત લોકપ્રિય દૈનિક આજકાલ દ્વારા એજ્યુકેશન એકસ્પો ર૦ર૪ નું આગામી તા. ૧૪ એપ્રિલના રોજ સવારે ૧૦ થી સાંજે ૭ દરમ્યાન આરામ હોટલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓને કેરીયર ગાઇડન્સ માટે ઉત્તમ તક રહેશે, એટલું જ નહીં આ કાર્યક્રમમાં વિનામૂલ્યે એન્ટ્રી રાખવામાં આવી છે, ગુજરાતની અગ્રણ્ય સ્કૂલો, કોલેજો અને યુનિર્વસિટીનો સંપર્ક એક જ સ્થળે થશે, જેથી વિદ્યાર્થીઓને પણ સુગમતા રહેશે.
આજકાલ દ્વારા યોજાનારા એકસ્પો ર૦ર૪ માં ધો. ૧૦ અને ૧ર પછી શું ? તેવા દરેક સવાલોના જવાબ મળી રહેશે, એડમીશન, કેરીયર કાઉન્સીલીંગ અને એપ્ટીટ્યુડ ટેસ્ટ ફ્રી અંગે પણ આયોજન કરવામાં આવ્યું છે, વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પોતાની કારર્કીદી બનાવવી હોય ત્યારે આજકાલ દૈનિક જામનગરમાં પ્રથમ વખત આ પ્રકારના એજ્યુકેશન એકસ્પોનું આયોજન કર્યું છે. ગુજરાતભરની શૈક્ષણિક સંસ્થાઓના તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે.
આ કાર્યક્રમમાં મુખ્ય સ્પોન્સર મારવાડી યુનિર્વસિટી (મારવાડી ચંદારાણા ગ્રુપ), ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ-જામનગર, એસ.બી. શર્મા સ્કૂલ જામનગર, ટ્રાન્સગ્લોબ, પાલ યુનિર્વસિટી, ક્રિસ્ટ કેમ્પસ રાજકોટ, વી.આઇ.ઇ.સી. ડો. સુભાષ યુનિર્વસિટી, જી.એલ.એસ. યુનિર્વસિટી, ગણપત યુનિર્વસિટી સહિતની નામાંકિત યુનિર્વસિટી અને કોલેજોના નિષ્ણાંતો વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપશે, આ માટે વધુ માહિતી માટે મો. ૯ર૬પ૮ ૩૦૦ર૧ નો સંપર્ક સાધવો તેમ જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMસોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન
November 07, 2024 10:30 PMસેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
November 07, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech