જામનગર પંથકમાં શરાબની બાટલીઓ સાથે ત્રણ શખ્સ ઝબ્બે

  • February 19, 2024 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મેરીયા કોલોની રોડ, માવનું ગામ અને પડાણા પાસે પકડાયા

જામનગરના મેરીયા કોલોની રોડ, માવના ગામ નજીક અને પડાણા પાટીયા પાસે ઇંગ્લીશ દારુની બોટલો લઇને નીકળેલા ૩ શખ્સોને પકડી લેવાયા હતા.
જામનગરના વિભાપર ગામ મધુરમ સોસાયટી સામે રહેતા સાહીલ મુળજી મકવાણા નામના શખ્સને વિદેશી દારુની એક બોટલ સાથે મેરીયા કોલોની જતા રોડ સબ સ્ટેશન પાસેથી પોલીસે પકડી લીધો હતો.
જયારે મોરબીના ફડસર ગામના રમેશ બાબુ ગોગરાને ઇંગ્લીશ દારુની એક બોટલ સાથે જોડીયાના માવના ગામ પાસે આવેલી હોટલ નજીકથી પકડી લેવાયો હતો, આ ઉપરાંત લાલપુરના મીઠોઇ ગામમાં રહેતા કિશોર વાલા ઢચાને વિદેશી દારુની બે બોટલ, એકસેસ બાઇક નં. જીજે૩૭એચ-૪૦૦૫માં લઇને પડાણા પાટીયા પાસેથી નીકળતા પોલીસે પકડી લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application