જામનગરમા પત્નીને ભરણપોષણ નહી ચૂકવનાર પતિને ૧૩૩ દિવસની કેદની સજા

  • August 10, 2024 10:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના એક મહિલાએ ભુજમાં રહેતા પોતાના પતિ પાસેથી ચઢત ભરણપોષણ તથા વળતર ની રકમ વસૂલ મેળવવા અદાલતમાં અરજી કરી હતી. જેમા પોલીસ દ્વારા પતીને પકડીને કોર્ટમાં રજૂ કરાતાં તેને  અદાલતે ૧૩૩ દિવસની કેદની સજાનો હુકમ કર્યો છે.


જામનગરમાં ખોજાનાકા પાસે રહેતા સનમબેન ઈમરાન ચાકી નામના પરિણીતાએ ભુજમા રહેતા પતિ ઈમરાન ગનીભાઈ ચાકી સહિતના સાસરિયાઓ સામે ઘરેલુ હિંસાનાં કાયદા હેઠળ ફરિયાદ નોંધાવી હતી.


અદાલતમાં તે કેસ ચાલી જતાં પત્ની તથા સંતાનને ભરણપોષણ આપવા તથા વળતર ચૂકવવા હુકમ કરાયો હતો. તે પછી પણ આ રકમ પતિએ ન ચૂકવતા સનમબેને ફરીથી અદાલતમાં અરજી કરી હતી. આથી ભુજ પોલીસે ઈમરાન ચાકીને ઝડપી લઈ જામનગરની કોર્ટમાં હાજર કર્યાે હતો.


ભરણપોષણ ચૂકવવામાં નિષ્ફળ ગયેલા પતિ ઈમરાન ગનીભાઈ ચાકીને અદાલતે ૧૩૩ દિવસની કેદની સજા ફટકારી છે.   અરજદાર તરફથી વકીલ ઉમર લાકડાવાલા રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application