ધોરાજીના બહારપૂરા વિસ્તારમાં રહેતી પરિણીતાએ પતિએ ચારિત્ર બાબતે શંકા રાખી ત્રાસ આપી મારમાર્યા અંગેની ધોરાજી પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, ધોરાજીમાં બહારપુરા વિસ્તારમાં વણકરવાસમાં રહેતી પાર્વતીબેન (ઉ.વ ૨૪) નામની પરિણીતાએ ધોરાજી સિટી પોલીસ સ્ટેશન નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પતિ પરેશ અમૃતભાઈ રાઠોડનું નામ આપ્યું છે.પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણે આઠ વર્ષ પૂર્વે પરેશ સાથે પ્રેમ લ કર્યા હતા સંતાનમાં બે વર્ષની પુત્રી પ્રિશા છે પરિણીતાના પિતા હયાત નથી અને માતા દેવુબેન રાજકોટમાં કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં એકલા રહે છે.
લના પાંચેકમાં સારી રીતે રાખ્યા બાદ પતિને દા પીવાની કુટેવ હોય જેથી તે નાની મોટી બાબતે તેમજ ચારિત્ર પર શંકા કરી ગાળો આપી ઝઘડા કરતો હતો. આ બાબતે પરિણીતાએ પોતાની માતા અને બહેનોને વાત કરતા સા થઈ જશે તેવું કહ્યું હતું જેથી પરિણીતાએ પતિનો ત્રાસ મૂંગા–મોટે સહન કર્યેા હતો.
ગત તારીખ ૮૮ ૨૦૨૪ ના સાંજના સમયે પરિણીતા ઘરે ઘર કામ કરતી હતી. ત્યારે પતિ ઘરે આવ્યો હતો અને જમતા હતા તે વખતે બે વર્ષની દીકરી પ્રિશા તોફાન કરતી હોય જેથી પતિ કહેવા લાગ્યો હતો કે તું ઘરકામ કરતી નથી અને દીકરીને સારી રીતે સાચવતી નથી. જેથી પરિણીતા તેને સમજાવતા પતિ દીકરીને મારવા માટે દોડો હતો જેથી તેણે તેને છોડાવી હતી બાદમાં પતિએ ઝઘડો કરી ઢીકાપાટુનો માર માર્યેા હતો અને કહેવા લાગ્યો હતો કે, હવે મારી સામે ઐંચો અવાજ કરતી નહિ અને જો મારા વિદ્ધ કઈં બોલીશ તો કયાંય સરખી રીતે રહેવા નહીં દઉં.
બાદમાં પરિણીતા પતિ વિદ્ધ કેસ કરશે તેવા ડરથી તેના પતિએ ફિનાઈલના બે ઘૂંટ પી લીધા હતા અને માણસો ભેગા કર્યા હતા. બાદમાં તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.ત્યારબાદ પરિણીતાને પણ મૂઢમાર લાગ્યો હોય જેથી તેને પણ ૧૦૮ મારફત હોસ્પિટલ લઈ ગયા બાદ ત્યાંથી રજા મળતા તે રાજકોટ માવતરના ઘરે આવી ગઈ હતી. પરંતુ દીકરી પ્રિશા પાસે હોય જેથી અહીં ધોરાજી આવી તેણે પતિ વિદ્ધ આ પોલીસ ફરિયાદ નોંધાવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech