BREAKING NEWS

ધોરાજીમાં સગીરા તાબે ન થતા નરાધમે પહેલા માળેથી નીચે ફેંકી દીધી: હાલત ગંભીર

  • June 03, 2026 04:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધોરાજીના બહારપુરા વિસ્તારમાં 14 વર્ષની સગીરાને દુધ લઇ આવાવના બહાને ઘરે બોલાવી નરાધમે સગીરા સાથે બળજબરી કરી હતી. પરંતુ સગીરા તાબે ન થતા તેને મોઢામાં ડૂચો મારીને બાદમાં તેને પહેલા માળેથી ફેંકી દીધી હતી. જેમાં સગીરાને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવી છે. બીજી તરફ આ ઘટનાને લઇ સગીરાના પિતાની ફરિયાદ પરથી ધોરાજી સિટી પોલીસે આ જ વિસ્તારમાં રહેતા શખસ સામે હત્યાનો પ્રયાસ અને પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી નરાધમ મોઇન ચૌહાણને ઝડપી લીધો હતો. હીન કૃત્ય આચરનાર નરાધમ પ્રત્યે ફીટકારની લાગણી વરસી જવા પામી છે.


બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ધોરાજીમાં બહારપુરા વિસ્તારમાં રહેતા 27 વર્ષના મોઈન નાસીર ચૌહાણ નામના શખસે તેના પાડોશમાં રહેતી ૧૪ વર્ષની સગીરાને દૂધ લેવા માટે બોલાવેલ અને સગીરા દૂધ લઈને દેવા માટે પરત આવતા આરોપી મોઈન નાસીર ચૌહાણે બદકામ કરવાના ઇરાદે સગીરાને ઘરમાં બોલાવી દરવાજો બંધ કરી દીધો હતો. સગીરા બૂમો પાડે નહીં તે માટે સગીરાના મોઢામાં ડુચો મારી દીધો હતો. આ સમયે સગીરાના માતા-પિતા દીકરીને શોધવા લાગતા આરોપીને ડર લાગતા તેને પહેલા માળેથી ફેંકી દેતા ગંભીર ઈજા પહોંચી હતી.

દરમિયાન સ્થળ ઉપર હાજર રહેલા લોકોએ તાત્કાલિક સગીરાને ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડેલ ત્યાંથી વધુ સારવાર માટે જુનાગઢ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.


બનાવની ગંભીરતાને ધ્યાને લઇ ધોરાજી સિટી પોલીસ મથકના સ્ટાફે તાત્કાલિક જુનાગઢ સરકારી હોસ્પિટલ ખાતે સગીરાના પિતા ફરિયાદીની ફરિયાદ લઈ આરોપી સામે હત્યાનો પ્રયાસ, પોકસો એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. પીઆઇ ભાવેશ પટેલની રાહબરીમાં ધોરાજી પોલીસે તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં આરોપી મોઈન નાસીર ચૌહાણ (ઉ.વ. 27 રહે. પાંચ પેનની વાડી, ગરીબ નવાજ કોલોની) ને ઝડપી લીધો હતો. નરાધમના આ કૃત્યથી ફીટકરાની લાગણી વરસી જવા પામી છે. આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગણી કરાઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News