ધરારનગરમાં માતા-પુત્રીને ધોકા વડે માર માર્યો

  • August 12, 2023 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલાચાલી કરવાની ના પાડતા શખ્સ વિફર્યો

જામનગરના ધરારનગરમાં દંપતિને બોલાચાલી કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સે ધોકા વડે માતા-પુત્રીને માર માર્યો હતો જે અંગે ધરારનગરના એક શખ્સ સામે ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.
જામનગરના ધરારનગર-૨ ખાતે રહેતી રઝીયાબેન નુરમામદ લોરુ (ઉ.વ.૨૪) નામની યુવતિએ ગઇકાલે સીટી-બીમાં ધરારનગર-૨માં રહેતા અકબર સલીમ ખુરેશીની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદી પોતાના માતાના ઘરે રીસામણે આવેલ હોય, દરમ્યાન તા. ૧૦ના રોજ આરોપી અકબર તથા તેની પત્ની સાયરા બંને બોલાચાલી કરતા હતા, આ વેળાએ ફરીયાદી તથા સાહેદ નુરીબેન બંનેને ઝઘડો કરવાની ના પાડી હતી આથી આરોપી અકબરે ઉશ્કેરાઇને રઝીયાબેન તથા તેના માતાને અપશબ્દો કહી ધોકા વડે ફરીયાદીને પગમાં માર મારી નીચે પાડી દીધી હતી તેમજ નુરીબેનને ધોકા વડે વાંસા અને પગમાં ઘા ઝીંકી મુંઢ ઇજાઓ પહોચાડી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application