બંને પક્ષ દ્વારા સામસામી નોંધાવાતી પોલીસ ફરીયાદ
જામજોધપુરના ભોજાબેડી સોસાયટી વિસ્તારમાં નજીવી બાબતે બબાલ થઇ હતી, જેમાં ધમકી દીધાની તથા માર માર્યાની એક બીજા સામે ફરીયાદ નોંધાવવામાં આવી છે.
જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામમાં રહેતા અલ્કાબેન ખેંગારભાઇ વારસકીયા (ઉ.વ.૩૪) નામની મહિલા તા. ૪ સાંજના સુમારે પોતાના ઘરેથી ગામમાં દુધ લેવા જતા હતા ત્યારે આરોપીઓ ભોજાબેડી ગામ સોસાયટીમાં આવેલ ખુલ્લા પટ્ટમાં મોટરસાયકલ પર બેસેલ હોય અને ફરીયાદી ત્યાથી પસાર થતા તેણીને જોઇને આરોપી મનજીએ તમોએ અમારા કુટુંબી ભાઇ મંગલ વિરુઘ્ધ ફરીયાદ કરેલ હતી તો અમારુ શું કરી લીધેલ, હાલ તે છુટી ગયેલ છે તેમ કહીને ફરીયાદી સાથે બોલાચાલી અને અપશબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી.
આથી અલ્કાબેન દ્વારા શેઠવડાળા પોલીસમાં ભોજાબેડીના મંગલ મનજી વાઘેલા, મનજી તેજા વાઘેલા તથા સંજય નારણ વાઘેલાની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.
સામા પક્ષે ભોજાબેડીના મનજી તેજા વાઘેલા (ઉ.વ.૫૨)એ વળતી ફરીયાદ નારણ દેવશી વારસકીયા, અલ્કાબેન ખેંગાર વારસકીયા અને ખેંગાર નારણ વારસકીયાની વિરુઘ્ધ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે તા. ૪ના ફરીયાદી સોસાયટી ખુલ્લા પટ્ટમાં બેઠા હતા ત્યારે અલ્કાબેન દુધ લેવા ત્યાથી પસાર થતા તેઓએ ફરીયાદીને જોઇને હલકા પાછા તો રસ્તામાં બેસે છે તેમ કહેતા નારણ મોટરસાયકલ લઇ ત્યાથી પસાર થતા જતા જતા તમે લોકો હજુ કોની રાહ જુવો છો બધાયના ટાંટીયા ભાંગી અને આને પતાવી નાખોને નહીતર આ સુધરશે નહીં તેમ કહી આરોપીઓએ સાહેદને તમાચા, ઢીકાપાટુનો માર તથા ફરીયાદી તથા અન્ય સાથે બોલાચાલી, અપશબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ દેશમાં લગ્નની વિચિત્ર પરંપરા, દુલ્હન પર ફેંકવામાં આવે છે ઈંડા અને દૂધ
September 20, 2024 10:00 AMઆ રાશિના જાતકો સાવધાન, પિતૃદોશથી બચવા કરો આ ઉપાય, થઇ જશો માલામાલ
September 20, 2024 09:48 AMઈઝરાયેલી સેનાનું અમાનવીય કૃત્ય, મળદાઓને અગાસી પરથી ફેક્યાં, પેલેસ્ટાઈને કરી ટીકા
September 20, 2024 09:47 AMકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech