રાજ્યની ૧૩ સરકારી મેડિકલ કોલેજોમાં સરકારે ફરી ઝીંકયો તોતિંગ ફી વધારો

  • July 01, 2024 05:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં સરકાર સંચાલિત મેડીકલ કોલેજોમાં તોતિંગ ફી વધારો કરવામાં આવ્યો છે. ગયા વર્ષે જેને રદ કરવામાં આવ્યો હતો તેને આ વર્ષે લાગુ કરવામાં આવ્યો છે. નવા શૈક્ષણિક સત્ર ૨૦૨૪-૨૫ી આ વધારો લાગુ કરાશે. સરકારી ક્વોટામાં મેડીકલ પ્રવેશ મેળવતા વિર્દ્યાીઓ પહેલાં ૨.૨૦ લાખની ફી ચૂકવતા હતા તે વધીને હવે ૫.૫૦ લાખ ઇ ગઇ છે. આ નવી ફીનો વધારો ચાલુ વર્ષે પ્રવેશ લેનાર નવા વિર્દ્યાીઓ માટે લાગુ કરવામાં આવ્યો છે. મેનેજમેન્ટ ક્વોટા અને એનઆરઆઇ ક્વોટામાં પણ ફીમાં ભારે વધારો કરવામાં આવ્યો છે.ગાંધીનગર મેડિકલ કોલેજ સહિત ગુજરાતમાં ૧૩ મેડિકલ કોલેજની સરકારી ક્વોટા, મેનેજમેન્ટ ક્વોટા અને એનઆરઆઇ ક્વોટાની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. આ ફી વધારો વર્ષ-૨૦૨૪-૨૫માં પ્રવેશ લેનાર વિર્દ્યાીઓને લાગુ પડશે. ગાંધીનગર મેડિકલ કોલેજના પ્રમ વર્ષમાં પ્રવેશ માટે ૨૦૦ જગ્યાઓ મંજુર કરવામાં આવી છે. તેમાં સરકારી ક્વોટાની ૧૫૦, મેનેજમેન્ટ ક્વોટાની ૨૦ અને એનઆરઆઇ ક્વોટાની ૩૦ જગ્યાઓ સામેલ છે.રાજ્યભરની ૧૩ મેડિકલ કોલેજોના ૨૧૦૦ વિર્દ્યાીઓને આ ફી વધારો લાગુ પડશે. જીએમઇઆરએસ સંચાલિત મેડિકલ કોલેજોમાં મેનેજમેન્ટ ક્વોટાની ફી ૧૭ લાખ કરવામાં આવી છે. ગયા વર્ષ સુધી મેનેજમેન્ટ ક્વોટાની ફી ૯.૦૭ લાખ હતી. જીએમઈઆરએસની મેડિકલ કોલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે પહેલા ફી વધારી દેવાઈ છે. સ્ટેટ ક્વોટામાં ૬૭ ટકા અને મેનેજમેન્ટ ક્વોટામાં ૮૮ ટકા જેટલો ફી વધારો જાહેર કરવામાં આવ્યો છે. ૨૦૨૩માં ફી વધી હતી પરંતુ તેનો વિરોધ વાી ફી વધારો સ્ગિત કરાયો હતો.હવેી રાજ્યની સોલા અમદાવાદ, ગોત્રી-વડોદરા, ગાંધીનગર, ધારપુર-પાટણ, હિંમતનગર, જૂનાગઢ, વલસાડ, નવસારી, રાજપીપળા અને ગોધરા સહિત કુલ ૧૩ જીએમઈઆરએસ  કોલેજમાં એમબીબીએસની વાર્ષિક ફીમાં ૬૭ી ૮૯ ટકાનો તોતિંગ વધારો ઝીંકી દેવાયો છે. 

આના કારણે પ્રવેશ વર્ષ ૨૦૨૪-૨૫ માટે જીએમઈઆરએસ હસ્તકની ૧૩ મેડિકલ કોલેજોની સરકારી ક્વોટાની ૭૫ ટકા બેઠકો મુજબ ૧૫૦૦ બેઠકો ઉપર શૈક્ષણિક ફી વાર્ષિક ૫.૫૦ લાખ રૂપિયા લેવાશે.ફી અંગે લેવાયેલા નિર્ણય અનુસાર એનઆરઆઈ ક્વોટાની ૩૧૫ બેઠકો ઉપર વાર્ષિક ૨૫ હજાર યુએસ ડોલરની ફી સો પ્રવેશ આપવાનો રહેશે. તેમાંી જે બેઠકો ખાલી રહેશે તે મેનેજમેન્ટ ક્વોટામાં તબદીલ શે અને જેમાં ૧૭ લાખ રૂપિયા ફીી પ્રવેશ આપવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application