રૂ. 44 લાખના મુદ્દામાલ સાથે ચાર શખ્સો ઝડપાયા
ખંભાળિયા - જામનગર માર્ગ પર ગઈકાલે રાજ્યના સ્ટેટ મોનીટરિંગ સેલના પોલીસ સ્ટાફે દરોડો પાડી અને અહીંના દાતા ગામે ચાર શખ્સો દ્વારા મીલીભગત આચરીને ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા ડીઝલનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. આ પ્રકરણમાં પોલીસે 19,500 લીટર ડીઝલ ભરેલો ડીઝલનો ટાંકો, સ્કોર્પિયો મોટરકાર વિગેરે મળી, કુલ રૂપિયા 44.13 લાખનો મુદ્દામાલ કબજે લઈ આ પ્રકરણમાં ચાર શખ્સોને દબોચી લીધા છે.
આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના દાતા ગામ નજીકથી અનઅધિકૃત રીતે લાયસન્સ વગર ડીઝલનું વેચાણ થતું હોવા અંગેની માહિતી રાજ્યના સ્ટેટ મોનિટરિંગ સેલ વિભાગને મળતા આ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ સ્ટાફે શુક્રવારે બપોરના સમયે અહીં દરોડો પાડ્યો હતો. જ્યાંથી પોલીસે ખંભાળિયા તાલુકાના દાતા ગામે રહેતા અને ટેન્કરનું ડ્રાઇવિંગ કામ કરતા મહેન્દ્રસિંહ ઉર્ફે દિગુભા રવુભા જાડેજા (ઉ.વ. 24), દાતા ગામે રહેતા અને ખલાસી તરીકેનું કામ કરતા ત્રણ શખ્સો ભાવેશ રવાભાઈ સરસિયા (ઉ.વ. 21) અને ધર્મરાજ ઉર્ફે ધમો જીતુભા જાડેજા (ઉ.વ. 20) તથા પ્રદીપ ઉર્ફે પદીયો રવાભાઈ સરસિયા (ઉ.વ. 19) નામના ચાર શખ્સોને ઝડપી લીધા હતા.
વધુમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ઉપરોક્ત ચારેય આરોપીઓએ એકબીજાની મદદગારી કરી અને ગુનાહિત કાવતરું રચીને ડીઝલના ટેન્કરોના ચાલકો સાથે મળીને ડીઝલના ટેન્કરોમાં ડીઝલનો જથ્થો ભરીને નીકળતા ટેન્કરોમાંથી ડીઝલની ચોરી કરવામાં આવતી હતી. આટલું જ નહીં, કંપનીમાંથી ડીઝલનો જથ્થો જે સ્થળોએ ખાલી કરવાનો હોય, ત્યાં ખાલી નહીં કરીને જે-તે ટેન્કર ચાલકો દ્વારા પોતાના માલિક સાથે વિશ્વાસઘાત કરવામાં આવતો હતો. જેમાં ઉપરોક્ત શખ્સો દ્વારા ડીઝલ ચોરી કરી તેમજ અન્ય શખ્સો પાસેથી કરાવીને આ જથ્થો દાતા ગામે રહેતા મહેન્દ્રસિંહ ઉર્ફે દિગુભા જાડેજાના મકાનના ફળિયામાં સંગ્રહ કરીને રાખવામાં આવતો હતો.
અહીં આરોપી શખ્સો દ્વારા કોઈપણ પ્રકારની ફાયર સેફટી કે અન્ય સાધનો રાખ્યા વગર તેમજ ડીઝલના સંગ્રહ-વેચાણ અંગે લાયસન્સ કે પરમિટ વગર ડીઝલનો જથ્થો સંગ્રહિત કરાયો હોવાનું જાહેર થયું છે. અહીંથી પોલીસે રૂપિયા 72 હજારની કિંમતના 800 લીટર ભરેલા 4 બેરલ તેમજ રૂપિયા 3,600 ની કિંમતનો 40 લિટર ડીઝલ ભરેલો એક કેરબો, 50,30,20 લિટર ડીઝલ ભરેલા અન્ય કેરબાઓ પણ પોલીસે કબજે લીધા હતા.
આ ઉપરાંત આ સ્થળેથી પાંચ-પાંચ હજાર લિટરની ક્ષમતા વાળા કુલ ચાર ખાના સાથે 20,000 લિટરનું ટાટા કંપનીનું એક ટેન્કર પોલીસે કબજે લઈ તેમાંથી રૂપિયા 17,55,000 ની કિંમતનો 19,500 લીટર ડીઝલનો જથ્થો તેમજ રૂ. 10,00,000 ની કિંમતનું ઉપરોક્ત ટેન્કર તથા રૂપિયા 15,00,000 ની કિંમતની જી.જે. 37 એમ.બી. 81 67 નંબરની સ્કોર્પિયો મોટરકાર તથા ડીઝલ કાઢવા માટે ઉપયોગમાં લેવામાં આવતી પ્લાસ્ટિકની નળી, ડીઝલ માપવા માટેનું માપીયું, ગરણા, પાઈપ, હથોડી સહિતનો મુદ્દામાલ પણ કબજે લેવામાં આવ્યો છે.
આમાં પ્રકરણમાં પોલીસે કુલ રૂપિયા 44 લાખ 13 હજાર 900 ના મુદ્દા માલ સાથે ઉપરોક્ત ચારેય આરોપીઓની અટકાયત કરી લીધી હતી. આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસે સ્ટેટ મોનિટરિંગ સેલના એ.એસ.આઈ. ફિરોજભાઈ બ્લોચની ફરિયાદ પરથી ઉપરોક્ત ચારેય આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે. ખંભાળિયામાં સ્ટેટ મોનિટરિંગ સેલના સ્ટાફ દ્વારા કરવામાં આવેલા આ નોંધપાત્ર દરોડાની કામગીરીએ સ્થાનિક વર્તુળમાં ભારે ચર્ચા સાથે ડીઝલ ચોરી કરતા તત્વોમાં ફફડાટની લાગણી પ્રસરાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMજામનગરમાં દિગજામ સર્કલ નજીક આંબેડકર બ્રિજ પર બે રીક્ષા વચ્ચે અકસ્માતની ઘટના
February 22, 2025 06:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech