જો સુંદરતા નિખારવા માંગતા હોવ તો જાણો હાઇલાઇટરનો સાચો ઉપયોગ, ફોલો કરો આ સ્ટેપ્સ

  • August 22, 2024 03:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાર્ટી હોય કે લગ્ન, દિવસ હોય કે રાત મેકઅપમાં હાઈલાઈટર એક એવી પ્રોડક્ટ છે જેનો ઉપયોગ ચહેરા પર ગ્લો લાવવા માટે સરળતાથી કરી શકો છો. આ પ્રોડક્ટ ત્વચા પર હળવો પ્રભાવ લાવે છે જે ચહેરાને તાજગી અને ગ્લેમર બંને આપે છે. હાઇલાઇટર લગાવવાનો મુખ્ય હેતુ ચહેરાના તે ભાગોને હાઇલાઇટ કરવાનો છે જે સૌથી વધુ પ્રકાશ મેળવે છે. ઉદાહરણ તરીકે  ગાલના હાડકાં, નાક અને ભ્રમરની આસપાસ.


ગ્લોઇંગ સ્કિન માટે હાઇલાઇટર લગાવવાના સ્ટેપ્સ

  • સૌથી પહેલા ત્વચા પર પ્રાઈમર અને ફાઉન્ડેશન લગાવો, જેથી હાઈલાઈટર લાંબા સમય સુધી ટકી રહે. જો આંખોની નીચે અથવા ચહેરા પર કાળી ફોલ્લીઓ છે, તો કન્સિલરનો ઉપયોગ પણ કરો. જેથી હાઈલાઈટર વધુ સારું દેખાય.


  • હવે સ્કિન ટોન પ્રમાણે હાઇલાઇટર પસંદ કરો. ઉદાહરણ તરીકે હળવા, ચમકદાર હાઇલાઇટર વોર્મ ટોન ત્વચા પર સારું લાગે છે. જ્યારે બેજ અથવા સિલ્વર હાઇલાઇટર કોલ્ડ ટોન ત્વચા માટે વધુ સારું છે.


  • હવે બ્રશ અથવા આંગળીઓની મદદથી ગાલના હાડકાના સૌથી ઉપરના ભાગમાં હાઈલાઈટર લગાવો. હવે આઈબ્રોની બરાબર નીચે હાઈલાઈટર લગાવો. તેનાથી તમારી આંખનો વિસ્તાર તેજસ્વી દેખાશે. પછી તેને નાક પર લગાવો. દાઢી પર પણ હાઇલાઇટર લગાવો.


  • હાઈલાઈટરને સારી રીતે બ્લેન્ડ કરો. જેથી કરીને કોઈ હાર્શ લાઈન્સ ન દેખાય. આ માટે બ્રશ, સ્પોન્જ અથવા આંગળીઓની મદદ લઈ શકો છો. છેલ્લે મેકઅપ સેટિંગ સ્પ્રેનો ઉપયોગ કરો. આમ કરવાથી હાઇલાઇટર લાંબા સમય સુધી ટકી રહેશે. આ સ્ટેપ્સ અનુસરીને, મેકઅપ દરમિયાન વધુ સારી રીતે હાઇલાઇટરનો ઉપયોગ કરી શકશો અને ચમકતા દેખાશો.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application