માણસ માટે શ્વાસ લેવાથી વધુ મહત્વનું બીજું કંઈ જ ન હોય શકે. અલબત્ત પાણી એ માનવીની સૌથી મહત્વની જરૂરિયાત છે પરંતુ પીવાના પાણી કરતાં શ્વાસ લેવાનું વધુ મહત્ત્વ છે. શું તમે જાણો છો કે વ્યક્તિ દિવસમાં કેટલી વાર શ્વાસ લે છે? એક વ્યક્તિ દિવસમાં અંદાજે 22 હજાર વખત શ્વાસ લે છે અને બહાર કાઢે છે.
વ્યક્તિ તેના શ્વાસને કેટલા સમય સુધી રોકી શકે છે તેના પરથી પણ તમારા સ્વાસ્થ્યનો અંદાજ લગાવી શકાય છે. નિષ્ણાતો કહે છે કે લોકોના મનમાં વારંવાર આ પ્રશ્ન આવે છે કે તંદુરસ્ત વ્યક્તિ કેટલો સમય શ્વાસ રોકી શકે છે?
કેટલા સમય સુધી શ્વાસ રોકવો એ સ્વસ્થ હોવાની નિશાની છે?
સ્વસ્થ વ્યક્તિ કોઈપણ સમસ્યા વિના સરેરાશ 30 સેકન્ડથી 90 સેકન્ડ સુધી શ્વાસ રોકી શકે છે. એટલે કે આ સમયગાળા માટે શ્વાસને રોકી રાખવો એ તંદુરસ્ત શરીરની નિશાની છે. જો કોઈ વ્યક્તિ નિયમિતપણે વ્યાયામ કરે છે અથવા તે વ્યાવસાયિક રમતવીર છે, તો તેની શ્વાસ રોકવાની ક્ષમતા વધુ હોઈ શકે છે.
ધૂમ્રપાન કરતા લોકોની ક્ષમતા ઓછી
બીજી બાજુ ધૂમ્રપાન અને અન્ય આરોગ્યની સમસ્યાથી પ્રભાવિત લોકોની શ્વાસ રોકી રાખવાની ક્ષમતા ઘટી શકે છે. શ્વાસ રોકવા માટે કોઈ નિશ્ચિત માપદંડ નથી પરંતુ જે લોકો 30 થી 90 સેકન્ડ સુધી તેમના શ્વાસ રોકી શકે છે તેમને સ્વસ્થ માનવામાં આવે છે. જો તમે આના કરતા ઓછા સમય માટે તમારા શ્વાસ રોકી શકો છો, તો તમારે તમારી જીવનશૈલી સુધારવાની જરૂર છે. આ માટે તમારે તમારી દિનચર્યામાં નિયમિતપણે કસરત અથવા કોઈપણ શારીરિક પ્રવૃત્તિનો સમાવેશ કરવો જોઈએ. માત્ર પોષક તત્વોથી ભરપૂર ખોરાકને જ પ્રાધાન્ય આપવું જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનમાં હાફિઝ સઈદના નજીકનો સાથી અબ્દુલ રહેમાનની ઈદના દિવસે જ હત્યા
March 31, 2025 03:51 PMસારવાર માટે મળેલા વળતરમાંથી મેડિકલેમ કાપી શકાય નહિ: હાઈકોર્ટ
March 31, 2025 03:27 PMહસ્તગીરી ડુંગર પર લાગેલી ભીષણ આગ બે કાબુ
March 31, 2025 03:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech