જો તમે મસાલેદાર ચટણી ખાવાનાં શોખીન છો, તો ફુદીના અને કોથમીરની ચટણી બનાવીને તેના ટેસ્ટનો આનંદ માણી શકો છો. આ ચટણી બનાવવા માટે વપરાતી સામગ્રી પણ સરળતાથી મળી જશે. સૌથી સારી વાત એ છે કે આ ફુદીનો અને કોથમીરની ચટણી બનાવવામાં વધુ સમય નથી લાગતો. ચાલો જાણીએ આ ચટણી બનાવવાની સરળ રીત વિશે.
સ્ટેપ 1- આ કોથમીર અને ફુદીનાની ચટણી બનાવવા માટે પહેલા 2 કપ ફુદીનાના પાન અને એક કપ કોથમીરના પાંદડાની જરૂર પડશે.
સ્ટેપ 2- આ પછી એક મોટી ડુંગળીને ઝીણી કાપવાની છે. હવે મિક્સરમાં ફુદીનાના પાન, કોથમીર અને સમારેલી ડુંગળી ઉમેરો.
સ્ટેપ ૩- ચટણીનો સ્વાદ વધારવા માટે મિક્સરમાં 2 ચમચી લીંબુનો રસ અને એક ચમચી ખાંડ નાખો.
સ્ટેપ 4 - જો તમે આ ચટણીને વધુ મસાલેદાર બનાવવી હોય તો બ્લેન્ડરમાં 4 લીલા મરચાં ઉમેરો.
સ્ટેપ 5 - આ પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી પછી આ બધી વસ્તુઓને સારી રીતે બ્લેન્ડ કરી લો.
સ્ટેપ 6 - જો તમે ઇચ્છો તો ચટણીને થોડી પાતળી કરવા માટે થોડું પાણી પણ ઉમેરી શકો છો.
હવે મસાલેદાર કોથમીર અને ફુદીનાની ચટણી સર્વ કરવા માટે તૈયાર છે. આ ચટણીને કોઈપણ ફૂડ આઈટમ સાથે સર્વ કરી શકો છો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech