આંખ આવવાના કેસ વધ્યા તો આરોગ્ય કેન્દ્રમાંથી આંખના ટીપા થઈ ગયા ખલાસ, દર્દીઓ હેરાન

  • August 05, 2023 03:47 PM 

રાજકોટ શહેર કન્જેકટિવાઇટીસના વાયરલ રોગચાળાના ભરડામાં બરાબર ફસાઇ ગયું છે અને એટલી હદે કેસ મળી રહ્યા છે કે આજે સવારથી તમામ મ્યુનિ.આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓને અપાતા ડ્રોપ્સનો જથ્થો પણ ખલાસ થઇ ગયો છે. રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખાના ચીફ હેલ્થ ઓફિસર ડો.જયેશ એલ.વકાણીએ જણાવ્યું હતું કે રાય સરકાર પાસે આઇ ડ્રોપ્સના ૧૫૦૦૦ ડોઝની માંગણી કરાઇ હતી જેમાંથી અમુક જથ્થો આવી જતા કેન્દ્રોમાં તેનું વિતરણ શ કરાયું છે.





રાજકોટ મહાપાલિકાના ચીફ હેલ્થ ઓફિસર ડો.જયેશ એલ.વકાણીએ જણાવ્યું હતું કે આજની સ્થિતિએ આરોગ્ય કેન્દ્રોમાં ૧૦૩૩૬ કેસ નોંધાયા છે અને વાયરલ રોગચાળો હોવાને કારણે કેસ સતત વધી રહ્યા છે. સામાન્ય રીતે એક સાહમાં સા થઈ જાય છે પણ જો વાયરલ ઇન્ફેકશનમાંથી બેકટેરિયલ ઇન્ફેકશન થઇ જાય તો દર્દીને સા થતા પખવાડિયું પણ થઇ શકે છે.


દરમિયાન સદગુદેવ પૂ.રણછોડદાસબાપુ આશ્રમ ટ્રસ્ટની આંખની હોસ્પિટલના નિષ્ણાતં આઇ સ્પેશ્યલિસ્ટ ડો.એસ.કે.સિંગએ જણાવ્યું હતું કે હાલમાં દરરોજ કન્જેકટિવાઇટીસના ૨૦૦થી ૩૦૦ કેસ નોંધાઇ રહ્યા છે, તેમણે ઉમેયુ હતું કે કન્જેકટિવાઇટીસના દર્દીઓનો સતત ધસારો જોવા મળી રહ્યો છે, તેમણે ઉમેયુ હતું કે હાલ સમગ્ર શહેરમાં ૨૫ હજારથી વધુ કેસ હોવાનો પ્રાથમિક અંદાજ છે, તેથી વધુ પણ હોઇ શકે.
વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ તમામ આરોગ્ય કેન્દ્રો જેમાં (૧) સદર આરોગ્ય કેન્દ્ર, શાક્રી મેદાન પાસે, કુંડલીયા કોલેજની બાજુમાં (૨) જંકશન પ્લોટ આરોગ્ય કેન્દ્ર, રેલ્વે જંકશન સામે, વોર્ડ ઓંફીસની બાજુમાં (૩) રામનાથપરા આરોગ્ય કેન્દ્ર, રામનાથપરા શેરી નં.૨૪ (૪) નારાયણનગર આરોગ્ય કેન્દ્ર, નારાયણ નગર મેઇન રોડ, ઢેબર રોડ ફાટક સામે (૫) અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર, લમીવાડી મેઈન રોડ, ગાત્રાળ ચોક (૬) ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર, બાબરીયા મેઇન રોડ, રઘુવીર સોસાયટી (૭) હત્પડકો આરોગ્ય કેન્દ્ર, કોઠારીયા મેઇન રોડ, હરીઘવા રોડ, પોલીસચોકી સામે (૮) માધાપર આરોગ્ય કેન્દ્ર, દ્રારકાધિશ પેટ્રોલપપં પાસે, ક્રાઇસ્ટ હોસ્પિટલ સામે, જામનગર રોડ (૯) ભગવતીપરા આરોગ્ય કેન્દ્ર, ભગવતીપરા શેરી નં.૫ (૧૦) મોરબી રોડ આરોગ્ય કેન્દ્ર, મોરબી રોડ જકાતનાકા પાસે (૧૧) આઇએમએ આરોગ્ય કેન્દ્ર, પેડક રોડ, સતં જ્ઞાનેશ્વર સ્કૂલની બાજુમાં (૧૨) કબીરવન આરોગ્ય કેન્દ્ર કબીરવન સોસાયટી શેરી નં.૧, સંતકબીર રોડ (૧૩) રામ પાર્ક આરોગ્ય કેન્દ્ર,રામપાર્ક કોમન પ્લોટ, ભાવનગર રોડ (૧૪) સ્વ.ચંપકભાઇ વોરા આરોગ્ય કેન્દ્ર, રાજમોતી ઓઈલ મીલ પાસે, ભાવનગર રોડ (૧૫) પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર, પ્રણામી ચોક, સિયાણીનગર મેઇન રોડ (૧૬) કોઠારીયા આરોગ્ય કેન્દ્ર, પારડી રોડ, કોઠારીયા ગામ (૧૭) શ્યામ નગર આરોગ્ય કેન્દ્ર, બિલેશ્વર મંદિર પાસે, શ્યામનગર ૪૫ નો ખૂણો, ગાંધીગ્રામ (૧૮) વિજય પ્લોટ આરોગ્ય કેન્દ્ર, વિજય પ્લોટ મેઇન રોડ, આર.પી. ભાલોડિયા કોલેજ સામે (૧૯) નાના મવા આરોગ્ય કેન્દ્ર, નાના મોવા ચોકડી પાસે (૨૦) નંદનવન આરોગ્ય કેન્દ્ર, નંદનવન સોસાયટી, ગાંધીગ્રામ પોલીસ ચોકી સામે, (૨૧) મવડી આરોગ્ય કેન્દ્ર, મવડી ગામ, દાદા મેકરણ ચોક, મવડી રોડ (૨૨) આંબેડકર નગર આરોગ્ય કેન્દ્ર, આંબેડકરનગર, ગોકુલધામ મેઇન રોડ, સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયા (૨૩) મુંજકા આરોગ્ય કેન્દ્ર, જુનું મુંજકા, શેરી નં.૨ના ખૂણે, ક્રિષ્ના પ્રોવીઝ સ્ટોરની સામે, ક્રાઇસ્ટ કોલેજ મેઇન રોડ સહિતના કેન્દ્રોમાં કન્જેકટિવાઇટીસની દવાઓ અને આંખોમાં નાખવા માટે અપાતા ટીપાં પણ ખલાસ થઇ જતા આજે સવારથી બપોર સુધીમાં અનેક દર્દીઓને ધરમ ધક્કા થયા હતા. અલબત્ત બપોરે ડ્રોપ્સ આવી જતા સાંજથી તેનું વિતરણ કરાશે તેમ જાણવા મળે છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application