પદ્મિનીબા વાળા આણી ટોળકીએ હનીટ્રેપ કરી પૈસા પડાવ્યા હોય તો ફરિયાદ નોંધાવો, ગોંડલ પોલીસે નંબર જાહેર કર્યા

  • April 25, 2025 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાજેતરમાં જ ગોંડલમાં રહેતા વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી તેમની પાસેથી આડકતરી સાતથી આઠ લાખની માંગણી કરવામાં આવી હતી. જે અંગે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં પદ્મિનીબા વાળા તેના પુત્ર સત્યજીતસિંહ સહિત પાંચ સામે ગુનો નોંધાયો હતો. દરમિયાન ગોંડલ તાલુકા પોલીસે જાહેર જનતા ચોક અપીલ કરી છે કે પદ્મિનીબા વાળા તથા આ ટોળકી એ તેને હનીટ્રેપમાં ફસાવી ધમકી આપી હોય કે પૈસા પડાવ્યા હોય તો પોલીસ ફરિયાદ નોંધાવવા જણાવ્યું છે. સાથોસાથ પોલીસે નંબર પણ જાહેર કર્યા છે.


વૃદ્ધ પાસે 8 લાખની માંગણી કરી હતી

જાણવા મળતી વિગતો મુજબ, તાજેતરમાં જ ગોંડલમાં રહેતા વૃદ્ધે પદ્મિનીબા ગીરીરાજસિંહ વાળા તેનો પુત્ર સત્યજીતસિંહ (રહે. બંને. રેલનગર રામેશ્વર પાર્ક શેરી નંબર 5 રાજકોટ), શ્યામ સંજયભાઈ રાયચુરા (રહે મવડી અંકુર મેઇન રોડ, રાજકોટ), હિરેન હિતેશભાઈ દેવડીયા (રહે. ઉદયનગર,રાજકોટ) અને તેજલ વિનોદભાઈ છૈયા (રહે. નાકરાવાડી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં વૃદ્ધ સાથે તેજલ નામની યુવતીએ ફોનમાં વાત કરી બાદમાં વીડિયો કોલ કરી ટીશર્ટ ઊંચું કર્યું હતું ત્યારબાદ પદ્મિનીબા વાળા સહિતનાએ વૃદ્ધના ઘરે પહોંચી જઈ અને ધમાલ મચાવી આડકતરી રીતે સાતથી આઠ લાખની માંગણી કરી હતી. જે અંગે વૃદ્ધએ ફરિયાદ નોંધાવ્યા બાદ ગોંડલ બી ડિવિઝન પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી.


63596, 25707 અને 63596 257099  નંબર જાહેર કર્યા

દરમિયાન ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ જે.પી.ગોસાઈ દ્વારા એક પ્રેસનોટ જાહેર કરી જાહેર જનતા ચોક અપીલ કરવામાં આવી છે કે, પદ્મિનીબા વાળા તથા આ અન્ય આરોપીઓ હનીટ્રેપના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી પૈસા પડાવ્યા હોય અથવા પૈસા પડાવવાનો પ્રયત્ન કર્યો હોય તો ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો તે માટે પીઆઇ જે.પી. ગોસાઈએ નંબર 63596, 25707 અને 63596 257099 પણ જાહેર કરવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application