રાજકોટમાં ઓરબીટ–લાડાણી ગ્રુપ પર ITના દરોડા

  • February 27, 2024 11:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના ટોચના ગણાતા બિલ્ડર્સ લોબી પર આઇટીવિભાગે તવાઈ ઉતારી મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. રાજકોટ જ નહીં સૌરાષ્ટ્ર્રના મોટા ગજાના ઉધોગકાર ઓરબીટ ગ્રુપના વિનેશ પટેલ અને જાણીતા બિલ્ડર દિલીપ લાડાણી અને તેની સાથે સંકળાયેલા ભાગીદારો ને ત્યાં આવકવેરાના દરોડા થી ખળભળાટ મચી જવા પામ્યો છે. રાજકોટ ઇન્વેસ્ટીગેશનની વિંગ મળી કુલ ૨૦૦ જેટલા અધિકારીઓની ટીમ કરચોરીને ઝડપી લેવા માટે મેદાનમાં ઉતર્યા છે અને ઓરબીટ ગ્રુપના અલગ અલગ પ્રોજેકટ તેમજ દિલીપ લાડાણીના લાડાણી એસોસિએટના બિલ્ડીંગ ના તાજેતરમાં બનેલા પ્રોજેકટ અને આ પ્રોજેકટમાં રોકાણ કરનાર ફાઇનાન્સરો તેમજ ભાગીદારોને ત્યાં આવકવેરાની ટીમ વહેલી સવારે ત્રાટકી હતી.





નાણાકીય વર્ષ પૂર્ણ થવાને આડે હવે એક મહિનો બાકી છે ત્યારે આ વર્ષનું આવકવેરા વિભાગ રાજકોટનું બીજું મેડા સર્ચ ઓપરેશન છે આ વર્ષમાં જ રાજકોટના પ્રતિષ્ઠિત જવેલર્સને ત્યાં દિવાળી પહેલા દરોડા સાથે કરોડો રુપિયાની કર ચોરી ઝડપી લીધી હતી ત્યાં ફરી આ નાણાકીય વર્ષ પૂર્ણ થાય તે અગાઉ જ આવકવેરા વિભાગ ની ઝપટે બિલ્ડરો ચડ્યા છે.




મળતી માહિતી અનુસાર રાજકોટ આઈ.ટી.ની ઇન્વેસ્ટિગેશન વિંગ કમિશનર દ્રૌપસિંગ મીનાના નેતૃત્વ હેઠળ વહેલી સવારથી રાજકોટમાં આશરે ૩૫ જેટલી જગ્યાઓ પર ટીમ ત્રાટકી હતી. આ દરોડામાં રાજકોટ ઉપરાંત ગુજરાતમાંથી પણ અધિકારીઓને બોલાવ્યા હતા. સમગ્ર ટીમને ગત સાંજે અમદાવાદ મોકલી દેવાય હતી અને ત્યારબાદ વહેલી સવારે યુ ટર્ન સાથે રાજકોટ આવી હતી. જાણવા મળતી વિગત અનુસાર વહેલી સવારે ૬:૦૦ વાગ્યે જ આવકવેરાની ટીમ લાડાણી અને વિનેશ પટેલ તેમજ તેના ભાગીદારોને ત્યાં પહોંચીને ગુડ મોનિગ કરી સર્ચ ઓપરેશન હાથ ધરી દીધું હતું.
આંતરિક સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર આવકવેરાની ટીમ આજે વહેલી સવારથી ઓરબીટ ગ્રુપના અલગ અલગ પ્રોજેકટ જેમકે ઓર્બીટ ટાવર, ઓર્બીટ રોયલ ગાર્ડન સહિત પ્રોજેકટ અને આ પ્રોજેકટમાં રહેલા તેમના પાર્ટનર અને જાણીતા બિલ્ડર દિલીપ લાડાણી અને તેના ટીન ટાવર પ્રોજેકટ માં ભાગીદાર રહેલા મયુર રાદડિયા, દાનુભા જાડેજા(દોમડા), ફાઇનાન્સર મહિપતસિંહ ચુડાસમા સહિત સંકળાયેલા અનેક લોકો ઇન્કમટેકસની રડારમાં આવી ગયા છે અને એકંદરે ૩૦ થી ૩૫ જગ્યાએ જેમાં વિવિધ પ્રોજેકટ ની ઓફિસ, બિલ્ડરોના નિવાસ સહિતની જગ્યાએ કાર્યવાહી ચાલી રહી છે




ટીમને ગઈકાલે સાંજે અમદાવાદ લઈ જવાઈ
છેલ્લા અઠવાડિયાથી આ મેગા સર્ચ ઓપરેશન માટે રાજકોટ આવકવેરા વિભાગની કચેરીમાં તૈયારીઓ ચાલી રહી હતી જેના ભાગરૂપે દરોડામાં જોડાનારી સમગ્ર ટીમને અમદાવાદ બોલાવાઈ હતી. આથી ગઈકાલે આખી રાત સુધી અફવાનું બજાર ગરમ રહ્યું હતું અને દરોડા ની પૂછપરછે ચાલુ રહી હતી જોકે એવી એક વાત પણ સામે આવી હતી કે છેલ્લા ઘણા સમયથી અમદાવાદ અને વડોદરા તરફ દરોડા ચાલુ હોવાથી આ વખતે સૌરાષ્ટ્ર્ર રડારમાં આવ્યું છે અને આ ઓપરેશન વ્યાપક પ્રમાણમાં મોટું હોવાની ચર્ચાઓ વચ્ચે વહેલી સવારે આખી ટીમ કાફલા સાથે રાજકોટ પહોંચી હતી અને દરોડાની કામગીરી શરૂ થઈ હોવાની માહિતીઓ વાયુવેગે પ્રસરી ગઈ હતી






સમગ્ર ઓપરેશનને લીડ કરતાં આઈ ટી અધિકારી આદર્શ તિવારી

આજે ફરી બિલ્ડર લોબીને આવકવેરા વિભાગે સાણસામાં લેતા સમગ્ર સૌરાષ્ટ્ર્રભરમાં બિલ્ડરો અને ફાઈનાન્સરો તેમજ રીયલ એસ્ટેટના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ત્રણ વર્ષ અગાઉ રાજકોટમાં આર.કે ગ્રુપને ત્યાં પડેલી ગોલ્ડન રેઇડ જેવી જ આ રેડ હોવાનું આવકવેરા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. આજના સમગ્ર ઓપરેશન ને ઇન્વેસ્ટિગેશન વિંગ ના અધિકારી આદર્શ તિવારી લીડ કરી રહ્યા છે. આજના દરોડામાં રાજકોટ ની જુનાગઢ,જામનગર, અમદાવાદ, વડોદરા અને સુરતના અધિકારીઓ ની ટીમ પણ જોડાય છે.











લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application