IPS અધિકારી પિયુષ પટેલની ગુજરાત ACBના વડા તરીકે નિમણૂક, હાલમાં કેન્દ્રમાં BSFમાં IG તરીકે ફરજ બજાવે છે

  • February 12, 2025 02:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં 1998 બેચના IPS અધિકારી પિયુષ પટેલ ACBના વડા બન્યા છે. રાજ્ય સરકાર દ્વારા પરીપત્ર જારી કરતા ACB (એન્ટી કરપ્શન બ્યૂરો)ની ખાલી પડેલ જગ્યા પર IPS અધિકારી પિયુષ પુરુષોત્તમદાસ પટેલની નિમણૂક કરવામાં આવી. પિયૂષ પટેલ હાલમાં કેન્દ્રમાં BSFમાં IG તરીકે ફરજ બજાવે છે. ACBના વડા તરીકે નિમણૂક બાદ પિયુષ પટેલ ફરી કેન્દ્રમાંથી રાજ્યની સેવામાં પરત ફરશે.


2013માં કેન્દ્રમાં ડેપ્યુટેશન પર ગયા હતા
ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવી ચૂકેલ પિયુષ પટેલ 2013માં કેન્દ્રમાં ડેપ્યુટેશન પર ગયા હતા અને તેના બાદ DIG બીએસએફ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. 2013થી 2016 સુધી પિયુષ પટેલે બીએસફમાં સેવા આપી. 2022માં સુરતના રેન્જ IG બનતા પહેલા ગાંધીનગર (આર્મ્ડ યુનિટ)ના IG હતા અને 2023માં પિયુષ પટેલને ફરી કેન્દ્રમાં મોકલવામાં આવ્યા. ઓગસ્ટ 2023માં કેન્દ્ર સરકારે પિયૂષ પટેલને BSFના IG તરીકે નિમણૂક આપી હતી.


પિયુષ પટેલ અમદાવાદના વતની
1998 બેચના IPS અધિકારી પિયુષ પટેલ મૂળ અમદાવાદના છે. 1917માં જન્મેલ પિયુષ પુરુષોત્તમદાસ પટેલે અમદાવાદમાં પોતાનો શૈક્ષણિક અભ્યાસ પૂર્ણ કર્યો. ગુજરાત કેડરના 21મા IPS અધિકારીએ ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં બીઈની ડિગ્રી પ્રાપ્ત કરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application