ભારત અને બાંગ્લાદેશની ટીમો વચ્ચે આ મેચ એન્ટીગુઆના સર વિવિયન રિચર્ડ સ્ટેડિયમમાં રમાશે. બધાની નજર આ સ્ટેડિયમની પિચ પર પણ રહેશે. વેસ્ટ ઈન્ડિઝની પીચો સ્પિનરો માટે મદદરૂપ હોવા છતાં કેટલીક પીચો એવી છે જ્યાં ઝડપી બોલરોને પણ સારી મદદ મળે છે. જો કે મેચ પર વરસાદ પડવાની ભીતિ સેવાઈ રહી છે.
ભારત અને બાંગ્લાદેશની મેચ પર વરસાદનો ખતરો. ફાઇલ ફોટો
નોંધનીય છે કે ભારતીય ટીમ ટી-20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામે ક્યારેય હાર્યું નથી. 2022 T20 વર્લ્ડ કપમાં ભારતે 5 રનથી જીત મેળવી હતી. જો કે એન્ટીગુઆમાં રમાનાર મેચમાં વરસાદની સંભાવના છે. અહેવાલ મુજબ, ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ ભારે વરસાદની ઓથ હેઠળ છે. મેચ દરમિયાન ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના છે.
IND vs BAN, T20 વર્લ્ડ કપ 2024: હવામાનની આગાહી :
સ્થાનિક સમય સવારે 10:00 AM (7:30 PM IST) - વરસાદની 46% શક્યતા
સ્થાનિક સમય સવારે 11:00 AM (8:30 PM IST) - વરસાદની 51% શક્યતા
સ્થાનિક સમય બપોરે 12:00 PM (9:30 PM IST) - વરસાદની 47% શક્યતા
સ્થાનિક સમય બપોરે 1:00 PM (10:30 PM IST) - વરસાદની 32% શક્યતા
સ્થાનિક સમય બપોરે 2:00 PM (11:30 PM IST) - વરસાદની 32% શક્યતા
સ્થાનિક સમય બપોરે 3:00 PM (7:30 PM IST) - વરસાદની 36% શક્યતા
જો મેચ રદ્દ થશે તો ભારતનું શું થશે?
સુપર-8ની કોઈપણ મેચ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. જો ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ વરસાદના કારણે રદ્દ થશે તો બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવશે. આવી સ્થિતિમાં ભારત ત્રણ પોઈન્ટ સાથે ટોપ પર પહોંચી જશે. જોકે સેમિફાઇનલમાં પહોંચવાની ભારતની આશાને ફટકો પડશે. જો ભારતને સેમીફાઈનલમાં સ્થાન બનાવવું હશે તો તેણે કોઈપણ ભોગે ઓસ્ટ્રેલિયાને હરાવવું પડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપહેલગામ હુમલાના આતંકવાદીઓને પકડવામાં મદદ કરશે US, તુલસી ગબાર્ડ બોલી, આ ઇસ્લામિક આતંકવાદી હુમલો
April 25, 2025 09:58 PMપાર્કિંગ નહીં તો દુકાન સીલ!: એસજી હાઇવે પર ઇસ્કોન ગાંઠિયા સહિત 12 દુકાનો પાર્કિંગના મામલે સીલ
April 25, 2025 09:56 PMરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે 24 કલાક રહેશે ચાલુ...જાણો કારણ
April 25, 2025 09:12 PMજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech