કાનપુરના ગ્રીન પાર્ક ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ રમાઈ રહી છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. સાથે જ વિરાટ કોહલી આ ટેસ્ટમાં ઈતિહાસ રચી શકે છે. જો વિરાટ કોહલી 35 રન બનાવવામાં સફળ થશે તો તે ઈતિહાસ રચશે. વિરાટ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 27000 રન બનાવવાનો રેકોર્ડ બનાવશે. હાલમાં આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે.
ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરે તેની કારકિર્દીની 623મી ઇનિંગમાં 27000 રનના આંકડાને સ્પર્શ કર્યો હતો. વિરાટ કોહલીએ અત્યાર સુધી 534 આંતરરાષ્ટ્રીય મેચોની 593 ઇનિંગ્સમાં 26965 રન બનાવ્યા છે. આ રીતે વિરાટ કોહલી સચિન તેંડુલકરને તેની 594મી ઇનિંગ્સમાં જ પાછળ છોડી શકે છે. આ બે ખેલાડીઓ ઉપરાંત શ્રીલંકાના કુમાર સંગાકારા અને ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગનું નામ આ યાદીમાં છે. આ બંને ખેલાડીઓના નામે 27000 આંતરરાષ્ટ્રીય રન નોંધાયેલા છે. હવે વિરાટ કોહલી પાસે આ લિસ્ટમાં સામેલ થવાની તક છે.
આ પહેલા ચેન્નાઈ ટેસ્ટમાં વિરાટ કોહલી પ્રથમ દાવમાં 6 રન બનાવીને હસન મહેમૂદના હાથે આઉટ થઇ ગયો હતો. જ્યારે બીજા દાવમાં તેઓ માત્ર 17 રન બનાવીને આગળ વધ્યા હતા. આ રીતે ચેન્નાઈ ટેસ્ટમાં વિરાટ કોહલી માત્ર 23 રન જ બનાવી શક્યો હતો. વિરાટ કોહલીના ટેસ્ટ કરિયર પર નજર કરીએ તો તેણે 114 ટેસ્ટ મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. ટેસ્ટ ફોર્મેટમાં વિરાટ કોહલીના નામે 48.74ની એવરેજથી 8871 રન છે. વિરાટ કોહલીએ અત્યાર સુધી ટેસ્ટ મેચોમાં 7 બેવડી સદી સિવાય 29 સદી ફટકારી છે. તેમજ 30 વખત પચાસ રનનો આંકડો પાર કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech