IND Vs SL: ભારતે બીજી ODIમાં શ્રીલંકાને ચાર વિકેટે હરાવ્યું, શ્રેણી કબજે કરી

  • January 13, 2023 05:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Aajkaalteam

ભારતે બીજી વનડેમાં શ્રીલંકાને ચાર વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે તેણે શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. ઈડન ગાર્ડનમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમની જીતનો હીરો કેએલ રાહુલ રહ્યો હતો.


ભારત-શ્રીલંકા વન-ડે સિરીઝની બીજી મેચ આજે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાઈ ગઈ હતી. જેમાં શ્રીલંકાએ આપેલા 216 રનના ટાર્ગેટને ટીમ ઈન્ડિયાએ 43.2 ઓવરમાં 6 વિકેટે પાર પાડી લીધો હતો. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ કેએલ રાહુલે શાનદાર એક છેડો સાચવી રાખીને 103 બોલમાં 64* રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ 53 બોલમાં 36 રન કર્યા હતા. અક્ષર પટેલે 21 બોલમાં 21 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી સૌથી વધુ ચમિકા કરુણારત્ને અને લાહિરુ કુમારાએ 2-2 વિકેટ લીધી હતી. જ્યારે કસુન રજીથા અને ધનંજય ડિ સિલ્વાને 1-1 વિકેટ મળી હતી. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયાએ સિરીઝ પોતાના નામે કરી હતી. 3 મેચની વન-ડે સિરીઝમાં ટીમ ઈન્ડિયા 2-0થી આગળ છે. હવે સિરીઝની છેલ્લી મેચ 15 જાન્યુઆરીએ રમાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application