આવતીકાલથી શરૂ થશે IMC 2024, PM મોદી કરી શકે છે ઉદ્ઘાટન, 6G પર આવશે મોટું અપડેટ

  • October 14, 2024 04:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (IMC) 2024 ની આઠમી આવૃત્તિ 15-18 ઓક્ટોબર વચ્ચે યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ઓક્ટોબરે યોજાનારી ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (IMC)નું ઉદ્ઘાટન કરી શકે છે. આ કાર્યક્રમ 'ધ ફ્યુચર ઈઝ નાઉ' પર કેન્દ્રિત છે અને તેમાં ઘણી મોટી જાહેરાતો થવાની સંભાવના છે. આ કાર્યક્રમ હેઠળ 1 ઓક્ટોબર, 2022 ના રોજ  પીએમ મોદીએ દેશને 5G ભેટ આપી હતી. આ સિવાય આ ઈવેન્ટમાં ભારતનો સૌથી સસ્તો 5G ફોન પણ લોન્ચ કરવામાં આવ્યો હતો. આ વર્ષે પણ આ ઇવેન્ટથી ઘણી અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે.


જાણો ક્યારે અને ક્યાં કાર્યક્રમ યોજાશે?


આ ઈવેન્ટનું આયોજન સંયુક્ત રાષ્ટ્રના ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન (ITU) દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમનું આયોજન 15મી ઓક્ટોબરે નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે કરવામાં આવશે. આ કાર્યક્રમ 18 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. આ વખતે આ ઈવેન્ટમાં 120થી વધુ દેશો ભાગ લે તેવી શક્યતા છે. ઉપરાંત તેમાં 400 થી વધુ પ્રદર્શકો, લગભગ 900 સ્ટાર્ટઅપ્સ અને 120 થી વધુ દેશોની સહભાગિતાની અપેક્ષા છે. ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસની યુટ્યુબ ચેનલ પર આ ઈવેન્ટ લાઈવ જોઈ શકાશે.


6G પર આવી શકે છે મોટું અપડેટ


આ ઇવેન્ટની થીમ 'ધ ફ્યુચર ઇઝ નાઉ' પર આધારિત છે. આ ઇવેન્ટમાં ક્વોન્ટમ ટેક્નોલોજી, સર્ક્યુલર ઇકોનોમી અને 6G-5G ટેક્નોલોજી તેમજ ક્લાઉડ અને એજ કમ્પ્યુટિંગ, IoT, સેમિકન્ડક્ટર્સ, સેટેલાઇટ કમ્યુનિકેશન અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગમાં એડવાન્સિસ પર અપડેટ્સ સામેલ હોય શકે છે.


આ પ્રોગ્રામમાં ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ, મોબિલિટી અને કન્ઝ્યુમર ટેક શોકેસ પણ હોય શકે છે. સમગ્ર વિશ્વની નજર આ ટેક ઈવેન્ટ પર રહેશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application