ભવનાથ તળેટી દાવા પ્રતિ દાવાઓ અને આક્ષેપોના કારણે દરરોજ નીત નવા ફણગા અને સંતો દ્રારા નિવેદનો આપવામાં આવી રહ્યા છે. ભવનાથ મંદિરના મહતં હરિ ગીરીબાપુ સામે ભુતનાથ મહાદેવ મંદિરના મહતં દ્રારા લેટર બતાવી ૮ કરોડની રકમની હેરાફેરી કર્યા અંગે જણાવવામાં આવ્યું હતું તેમાં ભાજપ કલેકટર અને સંતો સહિતનાઓ ને પણ રકમ આપવામાં આવી હોવાનું દર્શાવ્યું હતું. લેટર બોમ્બના કારણે ભવનાથ તળેટીમાં આવેલ અનેક સંતોના બીપી હાઈ થઈ ગયા છે અને દોડધામ થવા લાગી છે તેમાં મુખ્યત્વે ભવનાથ મંદિરના મહતં હારીગીરી બાપુ દોડતા થયા છે ગઈકાલે હરીગીરી બાપુએ કલેકટરને મળી લેટર મુદ્દે તપાસ કરવામાં આવે તેવી માંગ કરી હતી. કલેકટર સાથે બેઠક બાદ ભવનાથ મંદિરના મહતં હરિ ગીરીબાપુએ પત્રકારોને જણાવ્યું હતું કે મુખ્યત્વે લેટર ખોટો હોવાનું જણાવ્યું હતું અને આ મામલે તપાસ કરવાની માંગ કરી હતી. લેટરમાં જો કઈં પણ સત્ય કે દમ હશે તો ભવનાથ અને ગિરનારના સમ ખાઈ કહત્પં છું કે સંન્યાસ લઈ લઈશ અને દોષીત સામે કડક કાર્યવાહી કરવા પણ માંગ કરી હતી.હરી ગીરી બાપુના જણાવ્યા મુજબ પ્રયાગરાજ કુંભ મેળામાં હોવા છતાં આક્ષેપો થતા ખાસ અહીં આવ્યો છું. અમે ચૂંટણી પ્રક્રિયામાં માનીએ છીએ અને ચૂંટણી કરીએ છીએ. પ્રજા તંત્રમાં જીવીએ છીએ અને પ્રજા તંત્રમાં જ રહીએ છીએ. ભવનાથ મંદિરના મહતં મુદ્દે અખાડાના સભ્યોની સમિતિ જે નિર્ણય લેશે તે સ્વીકાર્ય ગણાશે.
ભુતનાથ મંદિરના મહતં મહેશગીરી બાપુએ જો હરિગીરી બાપુને નહીં હટાવવામાં આવે તો ૧ ડિસેમ્બરે હજારો ભાવિકોને સાથે રાખી ભવનાથ મંદિર નો કબજો લઈ તંત્રને સોંપવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે જેની સામે હરીગીરી બાપુએ જણાવ્યું હતું કે મંદિર મારી માલિકીનું નથી સરકારની માલિકીનું છે અને તેના વડા કલેકટર છે જેથી મારે કાંઈ ચિંતા કરવાની જર નથી. કબજો કરવાની જે બાબતનું જણાવ્યું છે તે અંગે હત્પં ચિંતા કરતો નથી કલેકટર સમગ્ર મામલે તપાસ કરે અને કાર્યવાહી કરે તેવી માંગ કરી છે. ભવનાથ મંદિરના મહતં દ્રારા કલેકટરને પત્ર ખોટો હોવાનું જણાવ્યું છે. વચ્ચે કોરો કાગળ રાખી તમામ ચીજો દર્શાવાઈ છે.તમામ બાબત અંગે તપાસ કરવા જણાવ્યું છે. જેથી હવે આગામી દિવસોમાં તત્રં કઈ દિશામાં તપાસ કરી કાર્યવાહી કરે છે કે અંતે ઘીના ઠામમાં ઘી પડી જશે તે અંગે ધર્મ પ્રેમીઓ અને શહેરીજનોમાં મીટ મંડાઈ છે
અંબાજી મંદિરની ગાદી તેના વારસદારોને મળવી જોઈએ
અંબાજી મંદિરના મહતં તનસુખગીરી બાપુના નિધન બાદ જુનાગઢ અને ગિરનાર તળેટી વિવાદોની નગરી બની ગઈ છે એક બાદ એક સંતો દ્રારા સામસામે આક્ષેપ કરી નિવેદનો આપી રહ્યા છે જેથી જૂનાગઢ અને ગિરનારની છબી ખરડાઈ રહી છે.સંતો મહંતો વચ્ચે થઈ રહેલા સામસામે વિવાદોથી જૂનાગઢનુ મહત્વ ઘટી રહ્યું છે જેથી અખિલ ભારતીય સતં સમિતિના અધ્યક્ષ રામ મનોહરદાસ બાપુએ સંતો સમાજને નવી રાહ ચિંધે છે, અંદરો અંદરની લડાઈ બધં કરી એક થશો તો જ સનાતન ધર્મ એક થશે તેમ જણાવી સમાજમાં સનાતન ધર્મને ટકાવવા એકતા રાખવા અપીલ કરી હતી અને વિવાદો સંતોને શોભતા નથી તેમ જણાવી' બટેંગે તો કટેંગે'સૂત્ર મુજબ જૂનાગઢમાં સંતો મહંતોને પણ અંદરો અંદરની લડાઈ બધં કરી એક થવા તાકીદ કરી હતી. ખાસ કરીને તેઓના જણાવ્યા મુજબ અંબાજી મંદિરના મહંતની ગાદી તેના વારસદારોને સોંપવી જોઈએ તેવું પણ ભારપૂર્વક કહ્યું હતું
હરિગિરિબાપુ સામે થયેલા આક્ષેપો ભવનાથ ગિરનારને બદનામ કરવાનું કાવતરું: મહેન્દ્રાનંદ
ભવનાથ મંદિર બાબતે મહેશ ગીરી બાપુ દ્રારા હરીગીરી બાપુ સામે આપેલા નિવેદન અને લેટર બોમ્બ દ્રારા આઠ કરોડની રકમ અપાઈ હોવાનું ભુતનાથ મંદિરના મહતં દ્રારા ધડાકો કરવામાં આવ્યો હતો તેનો તેણે પત્ર પણ રજૂ કર્યેા હતો. આ ઉપરાંત ભૂતનાથ મંદિરના મહતં દ્રારા હરીગીરી બાપુ સામે અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા. ભવનાથ મંદિરના મહતં સામે થઈ રહેલા આક્ષેપો વચ્ચે તળેટી વિસ્તારમાં વધુ એક સતં નિવેદન દેવા મેદાને આવ્યા છે જેથી દિન પ્રતિદિન દરરોજ એક એક નવા નવા સંતો મહંતો નિવેદનો આપી રહ્યા છે ભવનાથ તળેટીમાં અખાડાઓમાં જે પ્રકારે દરરોજ મીટીંગો થઈ રહી છે. જેથી અખાડાઓ ધાર્મિક નહીં પરંતુ વહીવટી સમરાંગણ વધુ થઈ રહ્યા છે. મુચકુંદ ઉખાણા મહેન્દ્રાનદં ગીરીબાપુએ મહેશ ગીરી બાપુ દ્રારા લગાવાયેલા આરોપ ખોટા હોવાનું જણાવ્યું હતું. ગુજી હરીગીરીજી બાપુ ભવનાથ જેવા હજારો મંદિરોનું સંચાલન કરી રહ્યા છે. ભવનાથ મંદિર બાબતે ખોટા લેટર દર્શાવી મહતં અને પ્રતિિ ત લોકોને બદનામ કરવાનું કાવતં અનૈતિક કહેવાય મંદિરે દાન પેટી મામલતદાર ની હાજરીમાં જ ખોલવામાં આવે છે. તેમ જણાવી ખોટા નિવેદન અને હરી ગીરીબાપુ સામે થયેલા આક્ષેપ પાયા વિહોણા જણાવ્યા હતા. તેમજ એક તારીખે ભવનાથ મંદિર પર કબજો જમાવવાની ચીમકી આપવામાં આવી છે. અંબાજી મંદિરના મહંતના નિધન બાદ દરરોજ એક બાદ એક નવા સંતો દ્રારા પોતાનું નિવેદન આપવામાં આવે છે જેથી જગ્યા અને ગાદી મામલે સંતો વચ્ચે થઈ રહેલ સામસામે આક્ષેપના સમરાંગણથી ભાવિકોમાં પણ પ્રશ્નાર્થ સર્જાયા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMઓસ્ટ્રેલિયામાં લોકોની મહેનતની કમાણી પર હેકર્સની નજર, પેન્શન ફંડના 20 હજારથી વધુ ખાતા હેક
April 04, 2025 10:41 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech