BREAKING NEWS

હું સમગ્ર મામલાની તપાસ કરાવું છું: ટીપીઓ

  • May 21, 2026 02:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાના ઈનચાર્જ ટાઉન પ્લાનિંગ ઓફિસર આર.ડી.પરમારનો આ મામલે સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે હાલમાં બિલ્ડિંગ પ્લાનમાં એફએસઆઈ આપવા મામલે કોઈ પ્રશ્નો સર્જાતા હોવાનું તેમના ધ્યાને નથી પરંતુ તેઓ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરશે તેમ જણાવ્યું હતું.વેસ્ટ ઝોનના ઝોનલ ટાઉન પ્લાનર ભાર્ગવ બરવાળિયાએ જણાવ્યું હતું કે અમિનમાર્ગનો મામલો જેમનામાં આવે છે તે વોર્ડ નંબર ૮ના એટીપી હાલ રજા ઉપર હોય તેઓ રજા ઉપરથી આવ્યા બાદ તપાસ કરીને આ મામલે કંઈક જણાવી શકશે. તેઓ આ બાબતથી જ અજાણ હોવાનું ઉમેર્યું હતું ! અમિનમાર્ગ પહોળો થશે ખરા ? સવાલ અનુત્તર સાત સાત વર્ષ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી ત્યારે હવે અમીનમાર્ગ પહોળો થશે કે કેમ ? તે બાબત અનુત્તર છે. ખુદ મહાપાલિકા તંત્રમાં તેમજ ટીપી બ્રાન્ચમાં પણ કોઇને ખ્યાલ નથી કે હવે અમીનમાર્ગ મામલે શું નિર્ણય થશે !



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application