શેખ હસીનાના રાજીનામા બાદ અને દેશ છોડ્યા બાદ બાંગ્લાદેશમાં હિન્દુઓ સહિત લઘુમતીઓને સતત નિશાનો બનાવવામાં આવી રહ્યા છે. બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓની મુસીબતોનો કોઈ અંત નથી. હુમલા અને અત્યાચારનો સામનો કર્યા બાદ હવે હિંદુઓને સરકારી નોકરીમાંથી રાજીનામું આપવાની ફરજ પડી રહી છે. હવે હિન્દુ, બૌદ્ધ અને ખ્રિસ્તી શિક્ષકોના બળજબરીથી રાજીનામું આપવાનો મામલો સામે આવ્યો છે. અહેવાલો અનુસાર, અત્યાર સુધીમાં 49 શિક્ષકો પાસેથી બળજબરીપૂર્વક રાજીનામું લેવામાં આવ્યું છે.
પત્રકાર પરિષદમાં ખુલાસો
અહેવાલ મુજબ બાંગ્લાદેશ છાત્ર એક્ય પરિષદે જાટિયા પ્રેસ ક્લબમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. સંગઠનના સંયોજક સાજીબ સરકારે કહ્યું કે હસીનાની આગેવાની હેઠળની સરકારના પતન બાદથી ધાર્મિક અને વંશીય લઘુમતીઓ હિંસાનો શિકાર બની રહ્યા છે.
લઘુમતી શિક્ષકો પર હુમલા
સાજીબ સરકારે કહ્યું કે હિંસામાં હિંદુઓ પર હુમલા, લૂંટફાટ, મહિલાઓ પર હુમલા, મંદિરોમાં તોડફોડ, ઘરો અને વ્યવસાયિક સંસ્થાઓમાં આગચંપી અને હત્યાનો પણ સમાવેશ થાય છે. દેશભરમાં લઘુમતી શિક્ષકોને શારીરિક સતામણીનો સામનો પણ કરવો પડ્યો છે. જેના કારણે 30 ઓગસ્ટ સુધીમાં 49 શિક્ષકોને રાજીનામું આપવાની ફરજ પડી હતી. જોકે 19 શિક્ષકોને પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે.
48 જિલ્લામાં હિંદુઓ પર હુમલા
વિદ્યાર્થીઓના ભારે વિરોધ વચ્ચે 5 ઓગસ્ટે શેખ હસીનાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. વિરોધ પ્રદર્શનમાં 400 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ પછી હસીનાએ પણ પોતાનો દેશ છોડી દીધો હતો. બાંગ્લાદેશી વંશીય હિન્દુ મોહજોતે કહ્યું કે 5 ઓગસ્ટથી દેશના 48 જિલ્લામાં 278 સ્થળોએ હિંદુ પરિવારોએ હિંસા અને તોડફોડનો સામનો કરવો પડ્યો છે.
મુહમ્મદ યુનુસની અપીલની કોઈ અસર દેખાતી નથી
બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસે શપથ લીધા બાદ હિંદુઓ વિરુદ્ધ હિંસા રોકવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ દેશમાં બંધારણ જાળવી રાખશે પરંતુ તેની કોઈ અસર થતી જણાતી નથી. આ સમગ્ર સંકટ પર નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસ મૌ
ન ધરીને બેઠા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : રાંદલ નગરમાં ગાય પર દુષ્કર્મ મામલો
April 11, 2025 04:00 PMકચ્છમાં સરવે દરમિયાન ગુમ થયેલા ઈજનેરની લાશ પાંચમાં દિવસે મળી
April 11, 2025 03:19 PMકોઠારીયા રોડ પર રૂા.૬૦.૮૩ લાખના હીરાની ચોરી
April 11, 2025 03:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech