BREAKING NEWS

હૈ જવાની તો.. ને અકાળે વૃદ્ધત્વ આવ્યું લાખો કમાવામાં પણ પરસેવો વળી ગયો

  • June 25, 2026 02:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શાહિદ કપૂરની 'કોકટેલ ૨', રામ ચરણની 'પેડ્ડી' અને કંગના રનૌતની 'ભારત ભાગ્ય વિધાતા' જેવી ફિલ્મો સામે હોવાને કારણે વણ ધવનની ફિલ્મ માટે બોકસ ઓફિસ પર ટકી રહેવું મુશ્કેલ બન્યું છે. આ જોરદાર ટક્કર વચ્ચે ફિલ્મનું બુધવારનું કલેકશન સામે આવ્યું છે.બોલિવૂડ એકટર વણ ધવનની મલ્ટિસ્ટારર ફિલ્મ 'હૈ જવાની તો ઇશ્ક હોના હૈ' ૫ જૂનના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ હતી. કોમેડી કિંગ ડેવિડ ધવનના નિર્દેશનમાં બનેલી આ લવ ટ્રાયનગલ મૂવીને લઈને ફેન્સમાં ઘણો ઉત્સાહ હતો. જોકે, રિલીઝના ૨૦ દિવસ પછી હવે બોકસ ઓફિસ પર તેની ગતિ એકદમ ધીમી પડી ગઈ છે. શરૂઆતના દિવસોમાં શાનદાર કમાણી કર્યા બાદ હવે આ ફિલ્મ લાખો રૂપિયા કમાવવા માટે પણ સંઘર્ષ કરી રહી છે.
 અહેવાલ મુજબ, ફિલ્મે ૨૦મા દિવસે માત્ર ૧૧ હજાર રૂપિયાની કમાણી કરી છે. આ સાથે જ ફિલ્મનું ભારતમાં અત્યાર સુધીનું કુલ નેટ કલેકશન ૫૦.૯૮ કરોડ રૂપિયા થયું છે.  હૈ જવાની તો ઇશ્ક હોના હૈ' ની રિલીઝ સાથે જ બોકસ ઓફિસ પર રામ ચરણ અને હાનવી કપૂરની 'પેડ્ડી' તથા બોબી દેઓલની 'બંદર' સામે આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application