મેં ક્યારેય પણ લગ્નમાં ડાન્સ નથી કર્યો: કંગના રનૌત
વ્યક્તિએ પ્રામાણિકતાથી કમાવું જોઈએ તેવી શીખ અભિનેત્રીએ આપી
લગ્નમાં પરફોર્મ કરતા સ્ટાર્સ પર કંગના રણૌતે નિશાન સાધ્યું છે. આટલું જ નહીં કંગનાઓ સ્ટાર્સને ઈમાનદારીનું કમાવવાની સલાહ પણ આપી દીધી છે.બોલિવુડની ધાકડ એક્ટ્રેસ કંગના રણૌત મોટાભાગે કોઈને કોઈ સ્ટાર પર નિશાન સાધતી જોવા મળે છે. હવે કંગના યંગ જનરેશનના સ્ટાર્સ પર ભડકી ઉઠી છે. પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોર પર કંગનાએ દિવંગત લેજન્ડરી સિંગર લતા મંગેશકરના જુના ઈન્ટરવ્યૂનો એક સ્ક્રીનશૉટ શેર કર્યો છે જેમાં સ્વર કોકિલાએ લગ્નમાં ગાવાનો ઈનકાર કર્યો હતો.
પોસ્ટની સાથે કંગનાએ કેપ્શનમાં લખ્યું- હું પોતાના જીવનમાં ખૂબ ગરીબીમાંથી પસાર થઈ ચુકી છું. પરંતુ લતાજી અને હું જ એવા વ્યક્તિ છીએ જેના ગીત સૌથી વધારે હીટ થયા છે. મને ગમે તેટલી લાલચ આપો પણ પણ મેં ક્યારેય પણ લગ્નમાં ડાન્સ નથી કર્યો.
ઘણા સુપરહિટ આઈટમ સોન્ગ પણ મને ઓફર થયા છે પરંતુ મેં નથી કર્યા. કારણ કે ફેમ અને પૈસાને ઠુકરાવવામાં એક સ્ટ્રોન્ગ કેરેક્ટર અને ડિગ્નિટીની જરૂર હોય છે. શૉર્ટ કટની દુનિયામાં યંગ જનરેશનને એ સમજવું જરૂરી છે કે ફક્ત ઈમાનદારીના પૈસા જ કમાવવા જોઈએ.
કોની તરફ ઈશારો?
કંગનાએ પોતાની પોસ્ટમાં કોઈનું નામ તો નથી લખ્યું પરંતુ ઈશારો-ઈશારોમાં તેમણે યંગ સ્ટાર્સ પર લગ્નમાં પરફોર્મ કરવા પર નિશાન સાધ્યું છે. પરંતુ કંગનાનો ઈશારો કોની તરફ છે? તે તો કંગના જ જાણે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિલ્હીની મહિલાઓને આ દિવસે મળશે ₹2500! CM રેખા ગુપ્તાએ આતિશીને આપ્યો જવાબ
February 24, 2025 02:29 PMજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMજામનગરમાં કચરા ગાડીમાં કેરણ ભરવાનું કારસ્તાન
February 24, 2025 01:22 PMજામનગરમાં સાઈકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
February 24, 2025 01:16 PMહવે વોટ્સએપ દ્વારા કરી શકાશે ઈ-FIR, અહીં નોંધાઈ પહેલી ફરિયાદ, પોલીસે કરી કાર્યવાહી
February 24, 2025 01:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech