ફાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપ્યા બાદ બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો, જેના સમર્થનમાં હવે પીઢ અભિનેતા અનુપમ ખેર મેદાને આવ્યા છે. આલિયાનો પક્ષ લેતા અનુપમ ખેરે આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે, કાન્સમાં આલિયાએ જે રીતે ભારતનું ગૌરવપૂર્વક પ્રતિનિધિત્વ કર્યું તેના પર તેમને સખત ગર્વ છે. તેમણે ટ્રોલર્સ પર નિશાન સાધતા ઉમેર્યું કે, આવા નકામા લોકો કે જેમની પાસે જીવનમાં કરવા માટે કંઈ જ નથી, તેઓ માત્ર કોઈ આઇકોનિક વ્યક્તિ કે વસ્તુની ટીકા કરીને લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માંગે છે. હવે તેમને આવા લોકો પર ગુસ્સો નથી આવતો, ઊલટાનું દયા આવે છે. આલિયા એક રોકસ્ટાર છે અને તે સારી રીતે જાણે છે કે આવા લોકો સાથે કેવી રીતે પનારો પાડવો. તાજેતરમાં જ પોતાની ઇન્ડો-કેનેડિયન ફિલ્મ ’કેલરી’ માટે યુકે એશિયન ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ જીતનારા અનુપમ ખેરે આલિયાની ટ્રોલર્સને હેન્ડલ કરવાની સ્ટાઇલને પણ બિરદાવી હતી.
આલિયા ભટ્ટનો બચાવ કરવા ઉપરાંત, અનુપમ ખેરે થિયેટર પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કરતા તેમના નવા નાટક ‘જાને પહેચાને અનજાને’ વિશે પણ કેટલીક રસપ્રદ વિગતો શેર કરી હતી. ગયા વીકેન્ડમાં મુંબઈમાં સફળ શો કર્યા પછી, તેઓ આ આગામી વીકેન્ડમાં આ નાટકને દિલ્હીના મંચ પર લઈ જવા માટે સજ્જ થયા છે. તેમણે ખુલાસો કર્યો હતો કે તેઓ છેલ્લા ૨૧ વર્ષથી પોતાનો લોકપ્રિય વન-મેન શો ’કુછ ભી હો સકતા હૈ’ કરી રહ્યા છે, પરંતુ ’જાને પહેચાને અનજાને’ એક તદ્દન નવું નાટક છે અને આ પહેલીવાર છે જ્યારે તેમના કોઈ નાટકમાં આટલા બધા કલાકારો એકસાથે સ્ટેજ શેર કરી રહ્યા છે. અનુપમ ખેરનું આ નવું નાટક મૂળ એક પ્રખ્યાત મરાઠી નાટક પર આધારિત છે, પરંતુ તેને આધુનિક ટ્વિસ્ટ સાથે રજૂ કરવામાં આવ્યું છે. આ નાટકને વધુ આકર્ષક બનાવવા માટે તેમણે જાણીતા સંગીતકાર અનુ મલિક સાથે હાથ મિલાવ્યા છે અને આ નાટકને એક સુંદર મ્યુઝિકલ પ આપ્યું છે, જેમાં તેનું ટાઇટલ ટ્રેક પણ તેમણે પોતે જ ગાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application