રાજકોટના આરુતી નગર સોસાયટીમાં અંબિકા ભુવનેશ્ર્વર એપાર્ટમેન્ટમાં રહેતી અને માળિયા હાટીના તાલુકાના જાનુડાગામ ગામે સાસરુંં ધરાવતી સોફટવેર એન્જીનીયર પરિણીતાએ અમદાવાદ રહી નોકરી કરતા સોટવેર એન્જીનીયર પતિ ભાસ્કર રાજશીભાઇ કરગઠીયા, સોફટવેર એન્જીનીયર દિયર સુધીરભાઈ, સોફટવેર એન્જીનીયર દેરાણી પાયલબેન સુધીરભાઈ, જાનુડા ગામે રહેતા સસરા રાજશીભાઇ રૂડાભાઈ કરગઠીયા, સાસુ ભીનીબેન સામે રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ સામે માનસિક અને શારીરિક ત્રાસ આપ્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
હાલ અમદાવાદમાં સોફટવેર એન્જીનીયર તરીકે નોકરી કરતી અને હાલમાં રાજકોટમાં બહેન સાથે રહેતી વિલાસબેન (ઉ.વ.૩૧)નામની પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારા લ વર્ષ ૨૦૧૯માં જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનાના જાનુડાગામેં રહેતા રાજશીભાઇ ડાભાઈ કરગઠીયાના દીકરા ભાસ્કર સાથે થયા છે. જે હાલ સોટવેર એન્જીનીયર તરીકે અમદાવાદમાં રહી નોકરી કરે છે, લના થોડા સમય સુધી જાનુડાગામે સંયુકત કુટુંબમાં રહ્યા બાદ પતિ, મારા દિયર અને હત્પં અમારી નોકરી અમદાવાદ હોવાથી અમદાવાદ ભાડાના મકાનમાં રહેતા હતા. વર્ષ ૨૦૨૧માં દિયર સુધીરભાઈના લ થતા દેરાણી પણ અમદાવાદ અમારી સાથે રહેતા હતા. દરમિયાન દેરાણી ઘરનું કોઈ કામ કરતી નહતી અને દિયર, દેરાણી ઘરનું કામ ઉપરાંત ઘર ખર્ચ બધું તારે જ કરવું પડશે, હત્પં નોકરીએ જાવ ત્યારે દિયર પતિને ચડામણી કરતા આથી પતિ મારી સાથે ઝગડો કરી મારામારી કરતા અને કહેતા તું વાંજણી છો, અમારા પરિવારને સંતાન સુખ આપી શકતી નથી.
સાસુ સસરા અમદાવાદ આટો મારવા આવતા ત્યારે બધા એક તરફી થઇ મારી સાથે ઝગડો કરતા અને કહેતા લ પહેલાની કમાણી હોવા છતાં દહેજમાં ઓછું લાવી છો, અમે અમદાવાદ ખાતે પતિનાં નામે બુક કરાવ્યો હતો અને તેના ,૭,૨૯,૦૦૦ અમારા જોઈન્ટ એકાઉન્ટમાંથી આપ્યા હતા. લેટના પઝેશનના .૩,૨૦,૦૦૦ અને ૯ લાખનું ફર્નિચર કરાવ્યું હતું આ લેટનો હો મારા અને પતિના એકાઉન્ટમાંથી કપાઈ છે. આજસુધી ૭ લાખના હા મેં ભર્યા છે. અને દિયરના લો ખર્ચ પણ પતિએ એકાઉન્ટમાંથી ચુકવ્યો હતો. હત્પં જાનુડા ગામે કોંટુબિકના લમાં ગઈ હતી ત્યારે દેરાણી અને સસરા કહેતા કે, લેટની માલિકીમાંથી તાં નામ કાઢી અને સુધીરના નામે કરવાનું છે અને હા તારે ભરવાના છે. સાસુ સસરાએ એવું પણ કહ્યું કે તારો ૧,૮૦,૦૦૦ પગાર અમારા ખાતામાં નાખી દેવાનો આથી દિયરનું મકાન લેવાઈ જાય અને મને મહિને ૧૦ હજાર ખર્ચ માટે આપશે. આમ બધા મળી માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાથી વર્ષ ૨૦૨૦થી મારા પિતાના ઘરે પહેરેલા કપડે આવી ગઈ છું, વડીલોએ સમાધાન માટેનું કહી સાસરી પક્ષના એ સમાધાન કયુ નહતું અને તમારાથી થાય એ કરી લેજો કહી ધમકી આપી હતી. પોલીસે પરિણીતાની ફરિયાદ પરથી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં વિશ્વાબેનની દીક્ષા નિમિત્તે વરઘોડો યોજાયો
December 21, 2024 01:02 PMજામનગરમાં આમ આદમી પાર્ટી દ્રારા કેન્દ્રીય ગ્રુહપ્રધાન અમિત શાહનો વિરોધ
December 21, 2024 12:59 PMજામનગર ક્રિકેટ બંગલો ખાતે જામનગર અને દુબઈ વચ્ચે અંડર 19 ક્રિકેટ મેચ
December 21, 2024 12:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech