જૂનાગઢમાં પ્રથમ વરસાદે જ મનપાના વિકાસના દાવાની પોલ ખોલી દીધી છે. શહેરના અનેક ઠેકાણે રસ્તાઓ પર પાણી ભરાયા અને ખાડા પડ્યા હતા. શહેરના આઝાદ ચોક વિસ્તારમાં બાઈક પર જતું દંપતી ખાડામાં ખાબક્યું હોવાના ભયાનક CCTV સામે આવ્યા છે. જ્યારે ઓઘડનગર વિસ્તારમાં પણ એક જ ખાડામાં અલગ અલગ ત્રણથી ચાર લોકો ખાબક્યા હોવાની ઘટના બની હતી.
શહેરના આઝાદ ચોક વિસ્તારમાંથી તંત્રની બેદરકારીની ગંભીર પોલ ખોલતા CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ વિસ્તારમાં તંત્ર દ્વારા રસ્તો ખોદી નાખ્યા બાદ તેનું વ્યવસ્થિત પેચ વર્ક કરવામાં આવ્યું ન હતું, જેના કારણે ત્યાં મોટો ખાડો પડી ગયો હતો. વરસાદી પાણી ભરાવાને લીધે આ ખાડો ન દેખાતાં ત્યાંથી પસાર થતો એક બાઈક ચાલક તેમાં ખાબક્યો હતો અને ફસાયો હતો. શહેરમાં ગટર અને રસ્તાના અધૂરા તેમજ અણઘડ કામો સ્થાનિક નાગરિકો માટે મોટી આફત અને સમસ્યાનું ઘર બની ગયા છે, જેને પગલે જનતામાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બાઈક ચાલક ખાબકવાની ઘટના CCTVમાં કેદ થઈ છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બાઈક ચાલક ખાડામાં ખાબક્યા બાદ તેને માથામાંથી લોહી નીકળી રહ્યું છે. આ સમયે તે લથડિતા ખાતો પણ જોવા મળ્યો. બાઈક સાથે રહેલી મહિલાએ બાઈક ચાલકને સંભાળ્યો હતો. આ ઘટનામાં બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટના બાદ સવાલ એ ઊભો થાય છે કે ઊંઘમાં રહેલું આ વહીવટી તંત્ર આખરે ક્યારે જાગશે અને શું તે કોઈ નિર્દોષ નાગરિકના મોતની રાહ જોઈ રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application