તબિયત ખરાબ હોવાથી પત્નીએ મુરઘીનું શાક બનાવી ન આપતા પતિએ માર માર્યેા
તબિયત ખરાબ હોવાથી પત્નીએ મુરઘીનું શાક બનાવી ન આપતા પતિએ માર માર્યેા
April 22, 2026 11:48 AM
રાજકોટ કાંગશીયાળીમાં રહેતી પરિણીતાની તબીયત સારી ન હોય તેણે પતિને મુરઘીનું શાક બનાવવાની ના કહેતા પતિએ ઉશ્કેરાઇ ગાળો આપી ઢીકાપાટુનો મારમાર્યેા હતો. જે અંગે પરિણીતાએ પતિ વિધ્ધ શાપર વેરાવળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. કાંગશીયાળી ગામે રહેતી કિરણબેન (ઉ.વ.૨૭) નામની પરિણીતાએ શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે હતી. સંજયભાઈ ભરતભાઈ ચાવડાનું નામ આપ્યું છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લ ત્રણ વર્ષ પૂર્વે હાલ કાંગશીયાળીમાં રહેતા સંજય ચાવડા સાથે થયા હતા. જે લજીવન થકી સંતાનમાં બે વર્ષની પુત્રી ધ્રુવીકા છે. પરણીતા પતિ અને પુત્રી સાથે અહીં રહે છે યારે સાસુ સસરા અલગ રહે છે. ગઈ તા. ૧૮૪૨૦૨૬ ના સાંજના સમયે પરિણીતાએ બીપી લો થઈ જતા જેથી તેણે પતિને ફોન કરી દવા લેવા જવાનું કહેતા તેઓ આવ્યા હતા અને કોઠારીયા ખાતે દવાખાનામાંથી પરણીતા તથા પુત્રી ધ્રુવિકાની આંખની દવા લીધી હતી અને બાદ ઘરે આવ્યા હતા અને બાદમાં પતિએ કહ્યું હતું કે, મારે ગેરેજનું કામ છે. જેથી મારે જવું પડે તેમ કહી તે જતા રહ્યા હતા બાદમાં રાતના સાડા નવ વાગ્યે આસપાસ પતિનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે મારે મુરઘીનું શાક ખાવું છે તું બનાવી આપજે જેથી પરિણીતાએ કહ્યું હતું કે મને મજા નથી અને મેં આપણું જમવાનું બનાવી નાખેલ છે. મુરઘીનું શાક કાલે બનાવી આપીશ આજે રહેવા દો તેમ કહેતા પતિ સંજય ઉશ્કેરાઇ ગયો હતો અને બોલાચાલી કરવા લાગ્યો હતો. બાદમાં દસેક વાગ્યે તે ઘરે આવ્યો હતો અને ઘરે આવી ઝઘડો કર્યેા હતો અને કહેવા લાગે કે તારે કાંઈ કામ કરવું નથી. તું લ કરી આવી ત્યારથી તું આવું જ કરશ તેમ કહી મેણાટોણા મારી ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો. જેથી પરિણીતાએ તેના પિતાને ફોન કરતા બીજા દિવસે સવારના તેઓ અહીં આવ્યા હતા અને પરણીતાને સારવાર માટે ગોંડલ સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા. બાદમાં પરિણીતાએ આ મામલે પતિ સંજય ભરતભાઈ ચાવડા વિદ્ધ કાંગશિયાળી પોલીસ સ્ટેશનમાં લજીવન દરમિયાન અવારનવાર દુ:ખ ત્રાસ આપ્યા અંગે ફરિયાદ નોંધાવી છે.