BREAKING NEWS

દારૂની કુટેવ અને પારકી સ્ત્રી સાથે સબંધ ધરાવતા પતિનો પત્નીને અનહદ ત્રાસ

  • April 18, 2026 03:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ હાલ માવતરના ઘરે ઉપલેટા કાથરોટામાં રહેતી જુનાગઢની પરિણીતાને પતિ દા પીને ગાળો ભાંડી માર મારતો અને કરિયાવરમાં કાંઈ લાવી નથી તેમ કહી દહેજની માંગણી કરતો. પતિને અન્ય ક્રી સાથે સંબધં હોય જે બાબતે સાસુ અને દિયરને કહેતા આવું તો ચાલશે જ તેમ કહી પતિનો સાથ આપતા પરિણીતાએ પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
હાલ માવતરના ઘરે કાથરોટા,ઉપલેટા રહેતી પરિણીતા કાજલ (ઉં વ ૩૧)એ પાટણવાવના પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પતિ મહેશ નાનજીભાઇ ચોરવાડા, સાસુ લીલાબેન, દિયર હરેશ (રહે વધાવી ગામ જુનાગઢ) નું નામ આપી જણાવ્યું હતું કે, તેમના લ ૨૨૦૫૨૦૧૭માં મહેશ ચોરવાડા સાથે થયા હતા. સંતાનમાં સાત વર્ષનો એક દીકરો છે. તા.૨૮૦૩૨૦૨૬થી માવતરના ઘરે રિસામણે છે અને ઘરકામ કરી ગુજરાત ચલાવે છે. લ બાદ સંસાર એક વર્ષ સારી રીતે ચાલ્યો હતો.દીકરાના જન્મ બાદ પતિ દા પી અવારનવાર પરિણીતા સાથે ઝઘડો કરી માર મારતો હતો.આથી પરિણીતા માવતરના ઘરે જતી રહી હતી. ત્યાં પંદર દિવસ રોકાયા બાદ સમાધાન કરી પતિ સાસરે તેડી ગયો હતો. ચાર મહિના બધું સારી રીતે ચાલ્યા બાદ પતિ ફરી દા પી ગાળો ભાંડી માનસિક શારીરિક ત્રાસ ગુજારવા લાગ્યો હતો. દિયર હરેશ અને સાસુ લીલાબેન પતિને ચડામણી કરતા પતિ પરિણીતાને તું કરિયાવરમાં કાંઈ લાવી નથી તેમ કહી દહેજની માંગણી કરતો હતો. પતિને અન્ય ક્રી સાથે સંબધં હોય જે બાબતે દિયર અને સાસુને વાત કરતા તેઓએ કહ્યું હતું કે આ બધું તો ચાલુ રહેવાનું જ છે.
૨૦૨૫માં દહેજની માંગણી અને શારીરિક માનસિક ત્રાસ વધી જતા પરિણીતા ફરી માવતરના ઘરે જતી રહી હતી.યાં ઉપલેટાના યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ભરણપોષણનો કેસ કરતા બે મહિના બાદ ધોરાજી મુકામે મીડીએશન સેન્ટરમાં સમાધાન કરીને સાસરીયાપક્ષ પરિણીતાને તેડી ગયા હતા. બે મહિના સારી રીતે ચાલ્યા બાદ ફરી પતિ દા પીને એ જ ઢોંગ ધતિંગ કરવા લાગ્યો હતો.
તા.૨૩૦૩૨૦૨૬ના રોજ પતિ કામનું બહાનું કરી ઘરેથી નીકળી ગયા હતા આથી પતિને જે ક્રી સાથે સંબધં હોય તેની તપાસ કરતા ક્રી ઝાઝરડા ગામની હોવાનું જાણવા મળતા તેની ઘરે જઈ તપાસ કરતા તે ક્રી પણ ઘરે હાજર મળી ન હતી આથી પરિણીતાએ જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં પતિની ગુમ થયાની અરજી કરી હતી. પરિણીતાને સાસરીયામાંથી હજુ સુધી કોઈ તેડવા આવ્યું ન હોવાથી પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News