વિસાવદર તાલુકામાં ઇકોઝોનના કાયદાના વિરોધમાં સંમેલનો અને આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે. જયારે વિસાવદર તાલુકાના બોડર વિસ્તારમાં આવતા ગામડાઓને આ ઇકોઝોનના કાયદામાં આવરી લેવામાં આવ્યો છે. જેમાં દરેક ગામોમાં વિરોધ થઈ રહીયો છે. યારે વિસાવદર તાલુકાના કાલસારી ગામ ખાતે એક ટ્રેકટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો પોતાના ટ્રેકટર અને વાહનો સાથે આવી પહોંચ્યા હતા. જેના કારણે સવારથી જ વિસાવદર શહેરમાં પોલીસનો જમાવડો થઈ રહ્યોે હતોેે.
જયારે વધુમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશન વાડોદરિયાના જણાવ્યા અનુસાર વહીવટી તત્રં દ્રારા કોઈ પણ મંજૂરી આપવામાં આવી નથી તેમ છતાં અમે લોકો આ રેલી યોજવામાં મક્કમ છીએ અને સરકાર દ્રારા આ રેલીને મંજૂરી આપવામા કિનાખોરી કરી છે તેમ જણાવ્યું હતું.
હજારોની સંખ્યામાં ખેડૂતો પોતાના ટ્રેકટરો લઈ ઇકોઝોનના વિરોધમાં કાલસારી ગામ ખાતે ભેગા થયા જેના કારણે નાના એવા ગામ જય જવાના અને જય કિસાનના નારા અને ટ્રેકટરોની અવાજથી ગુંજી ઉઠું હતું.
મંજૂરી ના હોવા છતાં ખેડૂતો પોતાની રેલી યોજવા મક્કમ હતા અને અંતે આ રેલી કાલસારી ગામ ખાતેથી વિસાવદર મુખ્ય બજારમાંથી પસાર થઈ અને પ્રાંત ઓફીસ માંડાવડ ખાતે પહોંચી હતી ત્યાં પહોંચી પ્રાંત અધિકારીને ઇકોઝોનના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ રેલીમાં ભરત અમીપરા, કરશન વાડોદરિયા, ગોપાલ ઇટાલિયા, પ્રવીણ રામ, પરેશ ગોસ્વામી, લલિત વસોયા સહિતના આગેવાનો ટ્રેકટર ઉપર બેસીને નિકળ્યા હતા. કોઈ અનિશ્ચિત બનાવ ના બને તે માટે ડીવાયએસપી સહિતનો પોલીસ સ્ટાફ ખડકી દેવામાં આવ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોલીસ ભરતીમાં બોગસ ઉમેદવારનો પર્દાફાશ: મહેસાણામાં બનાવટી કોલલેટર સાથે યુવક ઝડપાયો
January 23, 2025 09:10 PMરાજકોટના જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા અરજી બે દિવસીય નિકાલ ઝુંબેશ સફળ
January 23, 2025 07:23 PMગુજરાતમાં આ વર્ષે આટલા લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા...આંકડા જાહેર
January 23, 2025 07:21 PMથાઈલેન્ડમાં સમલૈંગિક લગ્નનો કાયદો લાગુ, સમલૈંગિક યુગલો લગ્નગ્રંથિથી જોડાયા, એશિયાનો ત્રીજો દેશ બન્યો
January 23, 2025 07:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech