અમાલ મલિક નાઇટમાં એન્ટ્રી માટે ભારે ભીડથી અંધાધૂંધી–ધક્કામુક્કી: તત્રં લોપ

  • November 20, 2024 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાના ૫૧મા સ્થાપના દિવસ નિમિત્તે ગત રાત્રે ડીએચ કોલેજ ગ્રાઉન્ડમાં અંદાજે કુલ .૩૮ લાખના ખર્ચે આયોજિત બોલીવુડ સિંગર અમાલ મલિકની મ્યુઝિકલ નાઇટમાં હજારો શ્રોતાઓ ઉમટી પડતા ઇવેન્ટ હીટ રહી હતી પરંતુ મહાપાલિકા તત્રં આયોજન, વ્યવસ્થા અને ક્રાઉડ મેનેજમેન્ટમાં સુપર લોપ પુરવાર થયું હતું. મોટા પાયે સતત પ્રચાર–પ્રસાર કરીને ભાવભયુ જાહેર આમંત્રણ પાઠવ્યા બાદ કદાચ આટલી મોટી માત્રામાં શ્રોતાઓ ઉમટી પડશે તેની કલ્પના કરવામાં મહાપાલિકા તંત્રનો પનો ટૂંકો પડો હોય તેમ એન્ટ્રી મામલે કાર્યક્રમના અતં સુધી શ્રોતાઓ સાથે ઘર્ષણ ચાલુ રહ્યું હતું. એક તબક્કે તો દરવાજા આડા ફાયર ફાઇટર મૂકીને એન્ટ્રી બધં કરવામાં આવી હતી. પ્રવેશ વેળાએ તેમજ સ્ટેજ નજીક જવા મામલે શ્રોતાઓની પોલીસ સાથે ઝપાઝપી થઇ હતી. એક તબક્કે ખુદ જિલ્લા કલેકટર પણ ભીડમાં ફસાયા હતા.
રાજકોટ મહાપાલિકાના સ્થાપના દિનની ઉજવણીમાં ધર્મેન્દ્રસિંહ કોલેજના ગ્રાઉન્ડમાં યોજાએલી અમાન મલીક મ્યુઝીકલ નાઈટમાં કલાકારોએ જમાવટ કરી હતી પણ આયોજનમાં લોપ પુરવાર થયેલી મહાપાલિકાને કારણે લોકોને ભારે અગવડ પડી હતી. સ્ટેજ પાસે જામેલી ભીડ દૂર કરવા પોલીસે કાર્યવાહી કરતા ઝપાઝપીની ઘટનાઓ પણ ઘટી હતી. ૮.૩૦ વાગે શ થનાર કાર્યક્રમમાં ગીત સંગીત છેક ૯.૪૫ કલાકે શ થયા હતા. જો કે, કાર્યક્રમ શ થતા જ અમાન મલિકે રાજકોટવાસીઓને ઝુમતા કરી દીધા હતા.
ધમાકેદાર મ્યુઝીક સાથે અમાન મલિકની ૯.૪૮ મીનીટે એન્ટ્રી થઈ હતી અને તેણે પ્રથમગીતથી જ યુવાનો ઉપર સંમોહન કયુ હતું. જાણે તેની મોહિનીમાં રાજકોટનું યુવાધન ખોવાવા લાગ્યું હોય તેમ મોટી સંખ્યામાં યુવાઓ સ્ટેજ પાસે દોડી આવ્યા હતા. અમાન મલિકે પણ પોતાના ચાહકો નિરાશ ન થાય તે રીતે તેમની સાથે પ્રત્યાયન કરતા
યુવાનો વધારે ઉત્સાહીત થયા હતા. મોબાઈલ લઈને સ્ટેજ પાસે ઉમટી પડેલી ભીડ બેકાબુ થવા લાગતા આખરે પોલીસે તેમને દૂર કરવા પ્રયાસો કરવા પડયા હતા. ખુદ અમાન મલિકે પણ અપીલ કરવી પડી હતી. મેં હત્પ હીરો તેરા.. ગીતથી જમાવટ કરી હતી જે આખરી એન્ટ્રી સુધી રહી હતી. તેની સાથે આવેલા અન્ય બે સિંગર પૈકી મુકાબલા ગીત ગાનાર યશ નાર્વેકરે પણ આગવી રજૂઆત કરી સૌને ઝુમાવ્યા હતા તો નિકીતા ગાંધીએ સ્વેગ સાથે લોકોને સંમોહિત કરતા ગીતો રજૂ કર્યા હતા.


પાસ અને એન્ટ્રીમાં વીઆઇપી કલ્ચર ઘુસાડું
રાજકોટ મહાપાલિકાના તમામ કાર્યક્રમો જાહેર જનતા માટેના હોય છે ત્યારે આ વખતે ગમે તે કારણોસર પાસ અને એન્ટ્રીમાં વીઆઇપી કલ્ચર ઘુસાડવામાં આવ્યું હતું, ગુલાબી કલરનો વીઆઇપી પાસ હોય તેમની એન્ટ્રી વ્યવસ્થા અલગ રાખવામાં આવી હતી અને તેમને વહેલા તે પહેલાના ધોરણે આગળ બેસાડવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વીઆઇપી કલચરના સખત વિરોધી રહ્યા છે અને પદાધિકારીઓને પણ વીઆઇપી કલ્ચર દૂર કરવા અનુરોધ કરતા રહ્યા છે પરંતુ મહાપાલિકા તંત્રએ વડાપ્રધાનની મનકી બાત સાંભળી ન હોય તેવું ચિત્ર ઉપસ્યું હતું.

ભીડ બેકાબૂ બનતા વ્યવસ્થા માટે પદાધિકારીઓએ ઉભા થવું પડું

આમાલ મલિકની મ્યુઝિકલ નાઇટમાં ભીડ બેકાબુ બનતા એક તબક્કે ખુદ મહાપાલિકાના પદાધિકારીઓએ ઉભા થઇ વ્યવસ્થા જાળવવામાં જોતરાવું પડું હતું, અમાન મલિકથી વધુ લોકપ્રિય હોય તેવા મોટા ગજાના કલાકારને બોલાવ્યા હોય તો મહાપાલિકા તત્રં પરિસ્થિતિ સંભળવામાં વધુ નિષ્ફળ રહ્યું હોત તેમાં કહેવામાં બિલકુલ અતિશયોકિત નથી. શ્રોતાઓ એ સ્ટેજ સુધી જવા પોલીસ સાથે પણ ઝપાઝપી કરી લીધાની ઘટના બની હતી. એક તબક્કે જો શ્રોતાઓ સ્ટેજ ઉપર ધસી ગયા હોત તો કલાકારોની સલામતી સામે પ્રશ્નાર્થ સર્જાઇ ગયો હોત તેવું ખુદ કાર્યકમમાં હાજર શ્રોતાઓએ અનુભવ્યું હતું





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application