BREAKING NEWS

રિતિકે છૂટાછેડા વખતે સુઝેનને ૪૦૦ કરોડની એલિમીની આપી હતી

  • July 03, 2026 03:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડના સૌથી ચર્ચિત કપલ ગણાતા રિતિક રોશન અને સુઝેન ખાનના છૂટાછેડાને એક દાયકા કરતાં પણ વધુ સમય વીતી ચૂકયો છે, પરંતુ આજે પણ યારે ઇન્ડસ્ટ્રીના સૌથી મોંઘા છૂટાછેડાની વાત આવે છે ત્યારે આ બંનેનું નામ સૌથી ઉપર લેવાય છે. વર્ષ ૨૦૦૦માં લગ્રંથિથી જોડાયેલા આ કપલે ૨૦૧૪માં પરસ્પર સંમતિથી ડિવોર્સ લીધા હતા. વર્ષેાથી મીડિયા રિપોટર્સમાં એવો દાવો કરવામાં આવતો રહ્યો છે કે સુઝેન ખાને ભરણપોષણ પેટે રિતિક રોશન પાસેથી ૪૦૦ કરોડ રૂપિયા લીધા હતા. હવે આ તમામ અફવાઓ પર સુઝેન ખાનની મોટી બહેન અને જાણીતી વેલરી ડિઝાઇનર ફરાહ ખાન અલીએ એક ઇન્ટરવ્યુમાં મોટો ખુલાસો કરીને આ દાવાઓને સદંતર ફગાવી દીધા છે.
ફરાહ ખાન અલીએ રેકોર્ડ પર સ્પષ્ટ્રતા કરતા જણાવ્યું છે કે, રિતિક તરફથી કયારેય પણ ૪૦૦ કરોડ રૂપિયાની એલિમીની આપવામાં આવી નથી. યારે હત્પં ઓનલાઇન લોકોને એવું કહેતા જોઉં છું કે ૪૦૦ કરોડ મળ્યા બાદ સુઝેન વધુ અમીર થઈ ગઈ, ત્યારે મને દિલથી ખૂબ જ ખરાબ લાગે છે કારણ કે આ તદ્દન ખોટી વાત છે. મારી વહાલી બહેને રિતિક પાસેથી એક પણ રૂપિયો લીધો નથી. અમારો ઉછેર એક એવા પરિવારમાં થયો છે યાં અમને શીખવવામાં આવ્યું છે કે ભૌતિક વસ્તુઓ કરતાં સંબંધો વધુ મહત્વના છે. સુઝેન કોઈ ગોલ્ડ–ડિગર નથી અને તેણે કઈં જ લીધું ન હોવાને કારણે જ આજે પણ તેના ભૂતપૂર્વ પતિ રિતિક અને ભૂતપૂર્વ સાસુ–સસરા પિંકી અને રાકેશ રોશન સાથેના સંબંધો અદભુત છે, તેઓ આજે પણ તેને એટલો જ પ્રેમ કરે છે. યારે ફરાહે સુઝેનને આ અફવાઓનું ખંડન કરવા કહ્યું ત્યારે સુઝેને સ્પષ્ટ્ર કીધું હતું કે, લોકો તેના વિશે શું વિચારે છે તેનાથી તેને કોઈ ફર્ક પડતો નથી.
આ સાથે જ ફરાહે પોતાના અંગત જીવનનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, વર્ષ ૨૦૧૨માં તેના પોતાના પતિ અકીલ સાથે પણ સમસ્યાઓ શરૂ થઈ હતી, પરંતુ તે સમયે સુઝેન અને રિતિક વચ્ચે ઘણો વિવાદ અને ડ્રામા ચાલી રહ્યો હોવાથી તેણે પોતાના માતા–પિતા (સંજય ખાન અને ઝરીન ખાન) ને આ વિશે ન જણાવીને મૌન રહેવાનું નક્કી કયુ હતું અને બાદમાં ૨૦૧૬માં હોમ પ્રોબ્લેમ્સ વિશે વાત કરી હતી. રિતિક–સુઝેનના  સમયને યાદ કરતા તેમણે કહ્યું કે, રિતિક સુપરસ્ટાર બન્યા બાદ તેના માતા–પિતા ઈચ્છતા હતા કે તે લ માટે થોડી રાહ જોવે, પરંતુ રિતિક સુઝેન સાથે લ કરવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application