વજન ઘટાડવા અથવા ફિટ રહેવા માટે ઘણી પદ્ધતિઓ અજમાવવામાં આવે છે, જેમાં કેટો ડાયેટ અને તૂટક ઇન્ટરમિન્ટેન્ટ ઉપવાસનો સમાવેશ થાય છે. લોકો હેવી વર્કઆઉટ અને વિવિધ પ્રકારની કસરતો પણ કરે છે જેથી તેઓ શારીરિક રીતે ફિટ દેખાઈ શકે. જો કે એવું જરૂરી નથી કે દરેક વ્યક્તિ વર્કઆઉટ કે એક્સરસાઇઝ કરે પરંતુ મોટાભાગના લોકો વોકિંગ રૂટીનને ચોક્કસપણે ફોલો કરી શકે છે. ઓછી મહેનતે શરીરને સ્વસ્થ રાખવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે. શું જાણો છો કે વોકિંગ એટલે કે ચાલવાના કેટલા પ્રકાર છે અને તે વિવિધ સ્વાસ્થ્ય લાભો આપે છે. બહુ ઓછા લોકો જાણે છે કે તેઓએ કયા પ્રકારનું વોકિંગ કરવું જોઈએ.
બ્રિસ્ક વોકિંગ
આ એક એવું વોક છે જેમાં સામાન્ય કરતાં વધુ ઝડપથી ચાલવું પડે છે પરંતુ દોડવું કે જોગિંગ કરવું પડતું નથી. અભ્યાસમાં એ પણ સામે આવ્યું છે કે જો દરરોજ ઓછામાં ઓછા 30 મિનિટ અને અઠવાડિયામાં 5 વખત આ વોક રૂટીનનું પાલન કરો છો, તો તે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે અને કોલેસ્ટ્રોલ ઓછું થવા લાગે છે. સરળ શબ્દોમાં કહીએ તો આપણા હૃદયનું સ્વાસ્થ્ય સારું બને છે. જે લોકોને હાર્ટની સમસ્યા હોય તેમણે નિષ્ણાતોની સલાહ પર ચાલવાનું શરૂ કરવું જોઈએ.
પાવર વૉકિંગ
આ બ્રિસ્ક વોકનો થોડો અપગ્રેડ કરેલ પ્રકાર છે જેમાં 4 થી 5 MPHની ઝડપે લગભગ 1 કિલોમીટર ચાલવાનું હોય છે. જેઓ વજન ઓછું કરવા માગે છે તેમના માટે આ પ્રકારનું વૉકિંગ સારો વિકલ્પ છે. આ કેલરી બર્ન કરે છે અને વજન નિયંત્રણમાં પણ મદદ કરે છે. આપણે અઠવાડિયામાં ઓછામાં ઓછા 5 વખત દરરોજ 1 કિલોમીટરનું પાવર વોક કરવું જોઈએ.
ટ્રેલ વોકિંગ
વોકિંગના આ પ્રકારથી આપણું સંતુલન અને સંકલન સુધરે છે. આ વોક હાઇકિંગની અનુભૂતિ આપે છે જે આપણા હૃદય અને અન્ય સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ રીતે ચાલવાથી શરીરના સાંધા મજબૂત બને છે. દરરોજ એક થી બે કિલોમીટર ટ્રેલ વોકિંગ કરવું જોઈએ,
વોકિંગ બેકવર્ડ
આ પ્રકારના વોકમાં વ્યક્તિએ ઊલટું ચાલવું પડે છે જેને રેટ્રો વૉકિંગ પણ કહેવાય છે. તેનાથી બેલેન્સ અને પોશ્ચર સુધરે છે અને ઘૂંટણમાં દબાણ હોય તો રાહત મળે છે. ઘરે ટ્રેડમિલ પર પણ ઊંધું ચાલી શકો છો. આનાથી સંતુલનમાં સુધારો, ચાલવાની ઝડપ અને હૃદય અને ફેફસાના સ્વાસ્થ્ય જેવા લાભો મળે છે.
ઇન્ટરવલ વોકિંગ
આ પ્રકારના વૉકિંગમાં વચ્ચે-વચ્ચે બ્રેક લેવો પડે છે. શરૂઆતમાં, થોડી મિનિટો ઝડપી ચાલ્યા પછી, વ્યક્તિએ 30 સેકન્ડથી એક કે બે મિનિટનો વિરામ લેવો પડે છે. આ પછી થોડો સમય ઝડપી ચાલવું પડશે. આ રીતે આપણું શરીર ઓછું થાકે છે અને ઝડપથી સ્વસ્થ થઈ જાય છે. આ પ્રકારનું વૉકિંગ વજન ઘટાડવાથી લઈને ફિટનેસ મેળવવા સુધીના ઘણા ફાયદાઓ પ્રદાન કરે છે. દરરોજ ઓછામાં ઓછું 30 મિનિટનું ઇન્ટરવલ વોક જરૂર કરવું જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકબૂતરોથી ૬૦થી વધુ બીમારીઓનો ખતરો: શ્વાસના રોગો ૧૫ ટકા વધ્યા
February 24, 2025 10:53 AMબોર્ડની પરીક્ષામાં બુટ- મોજા પહેર્યા હશે તો એકઝામ હોલની બહાર કાઢવા પડશે
February 24, 2025 10:50 AMટ્રમ્પે USAID ના 2000 કર્મીને કાઢી મુક્યા
February 24, 2025 10:48 AMદ્વારકાની ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:42 AMભવનાથ મહાશિવરાત્રી મેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૌપ્રથમવાર સંશોધન
February 24, 2025 10:41 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech