૮ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ તમિલનાડુના કુન્નુરમાં થયેલા એમઆઈ–૧૭વી૫ હેલિકોપ્ટર દુર્ઘટનામાં ભારતના પ્રથમ ચીફ આફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવત અને અન્ય ૧૩ લોકોના મૃત્યુના કારણ અંગે એક મહત્વપૂર્ણ અહેવાલ બહાર આવ્યો છે. સંસદની ડિફેન્સ સ્ટેન્ડિંગ કમિટીના લેટેસ્ટ રિપોર્ટમાં હેલિકોપ્ટર ક્રેશ થવાના કારણો સામે આવ્યા છે. આ અકસ્માતનું કારણ માનવીય ભૂલ હતી.
જાન્યુઆરી ૨૦૨૨માં ભારતીય વાયુસેના (આઈએએફ) એ આ દુર્ઘટનાનું કારણ ખરાબ હવામાનમાં પાયલટ દ્રારા અવકાશી ભંગાણને ટાંકયું હતું. આઈએએફ તપાસમાં દુર્ઘટનાના કારણ તરીકે બેદરકારી, મશીનની ખામી અથવા ષડયંત્રને નકારી કાઢવામાં આવ્યું હતું. હવે સ્ટેન્ડિંગ કમિટીના રિપોર્ટમાં ૨૦૧૭–૨૨ વચ્ચે ૩૪ એર ક્રેશના કારણોની માહિતી આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, આ અકસ્માતોના કારણોમાં એરક્રુ, સર્વિસિંગ, ટેકનિકલ ખામી, મશીનમાં નુકસાન અને પક્ષીઓની હડતાલ સામેલ છે. કેટલાક અકસ્માતો હજુ તપાસ હેઠળ છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે ૮ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ થયેલા એમઆઈ–૧૭વી૫ હેલિકોપ્ટર ક્રેશનું કારણ માનવ ભૂલ (એરક્રુ) હતી. રશિયન બનાવટનું આ હેલિકોપ્ટર અત્યતં સલામત અને ભરોસાપાત્ર માનવામાં આવતું હતું. હેલિકોપ્ટર નીચી ઉંચાઈ પર ઉડી રહ્યું હતું અને દુર્ઘટનાની સેકન્ડ પહેલા વાદળમાં પ્રવેશ્યું હતું. એ પછી તે આગમાં લપેટાઈ ગયું. હેલિકોપ્ટર લેન્ડ થવાના માત્ર સાત મિનિટ પહેલા આ ઘટના બની હતી.
હેલિકોપ્ટરે સુલુર એર બેઝથી સવારે ૧૧:૪૮ વાગ્યે ઉડાન ભરી હતી અને ૧૨:૧૫ વાગ્યે ગોલ્ફ કોર્સ પર લેન્ડ થવાનું હતું. જોકે, હેલિકોપ્ટરનો એર ટ્રાફિક કંટ્રોલ સાથે ૧૨:૦૮ વાગ્યે સંપર્ક તૂટી ગયો હતો. આ અકસ્માતમાં જનરલ બિપિન રાવતની પત્ની મધુલિકા રાજે સિંહ રાવત, તેમના સંરક્ષણ સહાયક બ્રિગેડિયર એલએસ લિડર, લેટનન્ટ કર્નલ હરજિંદર સિંહ, વિંગ કમાન્ડર પૃથ્વી સિંહ ચૌહાણ, હેલિકોપ્ટર પાયલટ સ્કવોડ્રન લિડર કુલદીપ સિંહ, કો–પાયલટ જુનિયર વોરન્ટ ઓફિસર રાણા પ્રતાપ, જે. વોરટં ઓફિસર અરક્કલ પ્રદીપ, હવાલદાર સતપાલ રાય, નાયક ગુરસેવક સિંહ, નાયક જિતેન્દ્ર કુમાર, લાન્સ નાયક વિવેક કુમાર અને લાન્સ નાયક બી સાઈ તેજા પણ માર્યા ગયા હતા. રિપોર્ટમાં અન્ય હવાઈ અકસ્માતોના કારણો પણ વિગતવાર આપવામાં આવ્યા છે. આશા છે કે આનાથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવામાં મદદ મળશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech