મોડી સાંજથી વહેલી સવાર સુધી ફૂલ ગુલાબી ઠંડી અને સૂર્યેાદય થતા ની સાથે જ આખો દિવસ ગરમીનું વાતાવરણ ફરી શરૂ થઈ ગયું છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસ દરમિયાન તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી નો વધારો થશે.
આજે સવારે રાજકોટ પોરબંદર ભુજ નલિયા અમરેલી ભાવનગર દ્રારકા વેરાવળ સહિત રાયના અનેક શહેરોમાં લઘુતમ તાપમાન નો પારો સામાન્યથી ૬ ડિગ્રી સુધી ઉચે ચડો છે. ભુજમાં ગઈકાલે ૧૧.૭ અને આજે ૧૬ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. નલિયામાં ગઈકાલની સરખામણીએ આજે સાડા ત્રણ ડિગ્રીનો વધારો લઘુતમ તાપમાનમાં થયો છે અને આજનું લઘુતમ તાપમાન ૯.૮ ડિગ્રી નોંધાયું છે. અમરેલીમાં આજે ત્રણ ડિગ્રીના વધારા સાથે ૧૫.૭ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. પોરબંદર અને રાજકોટમાં બે ડિગ્રીના વધારા સાથે આજનું લઘુતમ તાપમાન અનુક્રમે ૧૩.૨ અને ૧૨.૭ ડિગ્રી છે. વેરાવળમાં એક ડિગ્રીના વધારા સાથે આજે ૧૮.૧ ડીગ્રી લઘુતમ તાપમાન રહેવા પામ્યું છે.
ગિરનાર પર્વત ઉપર આજે લઘુતમ તાપમાન ૭.૪ ડિગ્રી અને જુનાગઢ શહેરમાં ૧૨.૪ ડિગ્રી નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૨% રહ્યું છે.
મહત્પવા સુરેન્દ્રનગર દીવ વેરાવળ રાજકોટ પોરબંદર ગાંધીનગર વડોદરા સુરત અમરેલી સહિત રાયના ૧૦ શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો ૩૦ ડિગ્રીને પાર કરી ગયો છે અને સૌથી વધુ તાપમાન મહત્પવામાં ૩૩.૬ ડિગ્રી નોંધાયું છે.
સુરેન્દ્રનગરમાં ૩૧ દીવમાં ૩૧.૭ વેરાવળમાં ૩૨.૨ રાજકોટમાં ૩૧.૭ પોરબંદરમાં ૩૦ અમરેલીમાં ૩૧ ગાંધીનગરમાં ૩૦.૨ વડોદરામાં ૩૧ અને સુરતમાં ૩૩ ડિગ્રી મહત્તમ તાપમાન રવિવારે નોંધાયું હતું.
સવારનું લઘુતમ તાપમાન પણ સામાન્યથી છ ડિગ્રી જેટલું ઐંચકાયું છે. રાજકોટમાં ગઈકાલે લઘુતમ તાપમાન ૧૦.૯ ડિગ્રી નોંધાયું હતો જે આજે વધીને ૧૨.૭ ડિગ્રી થઈ ગયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૦% અને પવનની ગતિ આઠ કિલોમીટરની રહેવા પામી છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં ઉપરા ઉપરી બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે અને તેના કારણે સમગ્ર હિમાલયન રીજીયન જમ્મુ કશ્મીર ઉત્તરાખડં માં વરસાદ અને હિમવર્ષાની શકયતા ઊભી થઈ છે. આ ઉપરાંત પંજાબ હરિયાણા હિમાચલ પ્રદેશ માં પણ વરસાદની શકયતા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિદેશમાં સ્થાયી થવાની તક, રહેવા માટે મળશે પોતાનું ઘર, અહીંની સરકાર પોતે આપશે 93 લાખ રૂપિયા!
March 30, 2025 06:04 PMઓનલાઈન વેચાઈ રહ્યું છે 2 બેડરૂમવાળું ઘર, નાના પરિવારો માટે એકદમ યોગ્ય!
March 30, 2025 06:01 PM8 કલાક બેઠા રહીને કરોડપતિ બનવાની અદ્ભુત ઓફર!
March 30, 2025 05:57 PMરશિયાએ યુક્રેનિયન શહેર ખાર્કિવ પર લશ્કરી હોસ્પિટલને નિશાન બનાવીને ડ્રોનથી હુમલો કર્યો; 2 ના મોત
March 30, 2025 05:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech