#aajkaal team
રાજકોટમાં આકાશવાણી ચોક નજીક બે દિવસ પહેલા હોન્ડાસિટી કારની મહિલા ચાલકે એક્ટિવા પર જતા માતા-પુત્રીને અડફેટે લેતા બંનેને ગંભીર ઇજા સાથે હોસ્પિટલ ખાસેડ્યા હતા. જેમાં 15 વર્ષીય પુત્રી ધ્રુવી કોટેચાનું બે દિવસની સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ અને આજે મૃતકની માતા દર્શનાબેન કોટેચાએ આજે યુનિવર્સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કાર ચલાવતી મહિલા કૃતિકા શેઠની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દર્શનાબેન કોટેચાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારી દીકરી ધ્રુવી ધોરણ આઠમાં આકાશવાણી ચોક એસ એન કણસાગરા સ્કૂલમાં અભ્યાસ કરે છે આ મારી દીકરીનો સ્કૂલનો સમય સવારના પોણા આઠથી બપોરના પોણા બે વાગ્યા સુધીનો છે. જે મારી દીકરી સ્કૂલ વાનમાં નિત્યક્રમ અનુસાર આવતી જતી હોય છે, 7/11/ 2025ના રોજ રાજકોટ શહેર આમ્રપાલી ફાટક પાસે મેઇન રોડ રૈયા રોડ ખાતે મારા સગા ફઈબા નયના જૈન પુજારા ન હોય ત્યાં ભાઈબીજ અર્થે સહકુટુંબને પ્રસંગે અર્થે જમણવાર કરેલ હોય જે જમણવારમાં અમારી હાજરી દેવી જરૂરી હોય તેથી બપોરના સવા એકથી દોઢ વાગ્યાના અરસામાં હું મારા સસરાની માલિકીનું એકટીવા જેના આરટીઓ રજીસ્ટર નંબર GJ-03-7002 વાળી લઈ મારી દીકરી ધ્રુવીને લેવા અર્થે તેમની સ્કૂલ ખાતે રવાના થઇ હતી. જે બાદ બપોરના પોણા બે વાગ્યાના અરસામાં મારી દીકરીને તેમની સ્કૂલેથી બેસાડી આમ્રપાલી મેઇન રોડ તરફ જવા અર્થે રવાના થયા હતા. દરમિયાન મારી દીકરીની સ્કૂલ પાસે યુનિવર્સિટી રોડની જમણી બાજુ વણાંક લઈ યુનિવર્સિટી રોડ ઉપર ડાબી બાજુ એકદમ ધીમી સ્પીડે જતા હોય જેમાં આ મારી દીકરી ધ્રુવી પાછળ બેસેલ હોય અને આગળ જતા યુનિવર્સિટી રોડની જમણી બાજુ આવેલ H.P.C, હિદુસ્તાન પેટ્રોલિયમની સામે રોડ ઉપર સરકારી સિગ્નલ આવતું હોય જે સિગ્નલ બંધ હોય બીજી સાઈડ ચાલુ હોય જેથી મારી સાથે અન્ય વાહનોની અવરજવર સિગ્નલ અર્થ બંધ હોય તે દરમિયાન મારી પાછળથી એક ફોરવીલ કાર પુરપાટ ઝડપે જે કાર ચલાવવાનું દૂર સુધી કાનમાં અવાજ આવતો હોય તે ના ચાલકે માણસની જિંદગી જોખમાય તે રીતે બેફિકરાઈથી ચલાવી આવી મારા મ તેમજ મારી દીકરી જે ટુ વ્હીલ માં પાછળ બેસેલ હોય તેના સહિત અમોને હડફેટે લેતા હું તથા મારી દીકરી બનાવ સ્થળે ફંગોળાઈ ગયા હતા. મારી દીકરી માથાભેર રોડ ઉપર પટકાયેલ અને હું પણ શરીર સહિત ફંગોળાયેલ અને મારી સાથે અકસ્માત કરનાર ફોરવીલ કાર અકસ્માત કર્યો. બાદમાં ત્યાં જ ઊભી રહી ગયેલ હોય જેની ડ્રાઇવિંગ સીટ ઉપર એક મહિલા ચાલક હોય તુરંત જ આ ફોરવીલ કારના નંબર પ્લેટનો ફોટો મારા મોબાઈલમાં પાડી લીધો હતો.
જેના નંબરની વિગત GJ-03-JR-1459ના છે, તેમજ મને બંને હાથમાં તેમજ પાંસળીમાં તેમજ ખંભાના ભાગે તથા શરીરના દુખાવો થવા લાગેલ અને મારી દીકરી ધ્રુવી જે મારાથી સાત ફૂટ દુર અંદાજે પડેલ હોય જેને માથામાં લોહી નીકળેલી હાલતમાં બેભાન પડેલ હોય અને અકસ્માતનો બનાવ બનતા માણસો ભેગા થઈ જતા કોઈ અજાણ્યા માણસે સ્ટર્લીંગ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં મારી દીકરી ધ્રુવીને સિનર્જી હોસ્પિટલ ખાતે દાખલ કરી હતી.
જે બંને સદરહું હોસ્પિટલની બીજી એમ્બ્યુલન્સમાં સિનર્જી આઈસીયુ વિભાગમાંમા દાખલ કરી હતી. જ્યાં મારી પ્રાથમિક સારવાર કરેલ જેમાં ફરજ પરના ડોક્ટરે મને બંને હાથમાં તેમજ બંને પાંસળી તેમજ ખંભાના ભાગે ફેક્ચરની ગંભીર ઈજા થઇ હોવાનું જણાવ્યું હતું.
હું ઉપરોકત જણાવેલ ફોરવીલ કાર નંબર જીજે 03 જેઆર 1459ના ચાલક મહિલાએ મને મો.સા. સહિત મારી દીકરીને પણ હડફેટે લઈ પોતાની કાર સિગ્નલ બંધ હોવા છતાં પૂરપાટ બેફિકરાઈથી માણસની જિંદગી જોખમાય તે રીતે ચલાવી આવી અમો બંને મા-દીકરીને શરીરે ગંભીર ઇજાઓ હોય જેમની સામે ધોરણસર થવા મારી ફરિયાદ છે.
મળતી માહિતી મુજબ શહેરની એસ.એન.કે. સ્કૂલથી થોડે જ દૂર આવેલા સિગ્નલ પાસે આ અકસ્માત બનવા પામ્યો હતો જ્યાં શહેરના જગદીશ મંડપ સર્વિસના સંચાલકના પત્ની અને પુત્રીને મહિલા કારચાલકે હડફેટે લેતા ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જોકે આજે તેમની પુત્રીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
આ અંગે પ્રહલાદ પ્લોટમાં આવેલા જગદીશ મંડપ સર્વિસના સંચાલક દેવાંગભાઈ કોટેચાએ જણાવ્યું કે તેમના પત્ની દર્શનાબેન કોટેચા (ઉ.વ.૪૫) પુત્રી ધ્રુવીબેન (ઉ.વ.૧૫) કે જે એસ.એન.કે.સ્કૂલમાં અભ્યાસ કરે છે તેને તેડવા માટે ગયા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. દર્શનાબેન ધ્રુવીને સ્કૂટરમાં બેસાડીને સ્કૂલથી થોડે દૂર આવેલા એચ.પી.પેટ્રોલ પંપ પાસે આવેલા સિગ્નલ પર સ્કૂટર ધીમું પાડ્યું કે પાછળથી પૂરપાટ ઝડપે ધસી આવેલી હોન્ડા સિટીએ તેમને ઠોકરે લીધા હતા. આ ટક્કર એટલી જોરદાર હતી કે દર્શનાબેન અને ધ્રુવી બન્ને દૂર સુધી ફંગોળાયા હતા.
આ પછી એવો ખુલાસો થયો હતો કે હોન્ડા સિટી કાર એક મહિલા ચલાવી રહી હતી અને તેણે જ આ અકસ્માત સર્જયો હતો. અકસ્માત બાદ દર્શનાબેન અને ધ્રુવીને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં દર્શનાબેનને પાંચ ફ્રેક્ચર અને ધ્રુવીને માથામાં ગંભીર ઈજા પહોંચી હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ધ્રુવી દરરોજ સ્કૂલે સ્કૂલવાનમાં જતી હતી પરંતુ શુક્રવારે પરિવારને એક પ્રસંગમાં જવાનું હોવાથી ધ્રુવીના માતા દર્શનાબેન તેને સ્કૂટર લઈને તેડવા માટે ગયા ત્યારે જ આ બનાવ બન્યો હતો.