આજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહનો ૬૧મો જન્મદિવસ છે. તેઓએ ૬૦ વર્ષ પૂર્ણ કર્યા છે અને ૬૧મા વર્ષમાં પ્રવેશ કર્યેા છે. આ અવસરે અમિત શાહની જન્મદિવસની ઉજવણી માટે તેમના સમર્થકો અને કાર્યકરોએ રાયભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કયુ છે. સાથે જ, ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ૧૪મું અખિલ ભારતીય નાગરિક સંરક્ષણ અને ગૃહ રક્ષક સંમેલનનું આયોજન પણ કરાયું છે, જેમાં અમિત શાહ ખાસ હાજરી આપશે.
સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આજે અમિત શાહ અમદાવાદમાં તેમના પરિવાર સાથે જગન્નાથ મંદિર ખાતે પૂજન અને દર્શન કર્યા હતા. આ અવસરે તેઓ તેમના નિકટના મિત્રો અને પરિવારજનો સાથે આ ક્ષણને ઉજવણી કરી હતી.
બપોરે ૩ વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ૧૪મું અખિલ ભારતીય નાગરિક સંરક્ષણ અને ગૃહ રક્ષક સંમેલન યોજાવાનું છે, જેમાં અમિત શાહ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, મંત્રીમંડળના સભ્યો, ધારાસભ્યો અને સાંસદો ઉપસ્થિત રહેશે. નાગરિક સંરક્ષણ અને ગૃહ રક્ષકના અનેક અધિકારીઓ આ પ્રસંગે સન્માનિત કરવામાં આવશે. સિવિલ ડિફેન્સ અને હોમગાડર્ઝ ફોર્સિસની મહત્ત્વપૂર્ણ નેશનલ કોન્ફરન્સ ૧૯ વર્ષ બાદ પહેલી વખત આજથી બે દિવસ યોજાવા જઇ રહી છે. પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ૨૨ ઓકટોબરે બપોરે ૩ વાગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાયમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ૧૪મી ઓલ ઇન્ડિયા સિવિલ ડિફેન્સ એન્ડ હોમગાડર્ઝ નેશનલ કોન્ફરન્સને ખુલ્લ ી મૂકશે. નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ દળોના વડાઓની આ બે દિવસીય રાષ્ટ્ર્રીય પરિષદમાં મુખ્યત્વે ડ્રાટ સિવિલ ડિફેન્સ એકટ–૨૦૨૪ અને મોડલ હોમગાર્ડ બિલ અને નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ દળોની નીતિઓ પર વિશેષ ચર્ચા કરાશે. આ કોન્ફરન્સમાં વિવિધ રાયો અને કેન્દ્રના ઘણા મહાનુભાવો પણ હાજર રહેશે. દેશના વિવિધ રાયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી આ બંને દળોના આઈએએસ,આઈપીએસ સહિત વિવિધ રેન્કના ૬૦થી વધુ વરિ અધિકારી અને દળના બારસો થી વધુ સભ્યો ખાસ ભાગ લેશે ઉપરાંત, આજે ઘણા રાજકીય નેતાઓ, મુખ્ય અધિકારીઓ, કાર્યકરો અને સામાજિક સંગઠનો દ્રારા અમિત શાહને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. ગુજરાતના રાજકીય અને સામાજિક વર્તુળોમાં અમિત શાહ નો જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech