ગુજરાતના વ્યાપાર જગત માટે ગૌરવની ક્ષણ છે કે અમદાવાદના જાણીતા આંતરરાષ્ટ્રીય વેપાર નિષ્ણાત, ભૂ-રાજકીય વિશ્લેષક અને ઉદ્યોગસાહસિક ડૉ. હિરેન ગાંધી (હોન્સ)ને અમેરિકન મેનેજમેન્ટ યુનુવર્સિટી દ્વારા ઇન્ટરનેશનલ ટ્રેડ, ગ્લોબલ સપ્લાય ચેઇન એન્ડ ક્રિટિકલ ઇન્ટરનેશનલ કોમર્શિયલ ડિચ્પ્યુટ વિષયમાં માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી છે.
આ સાથે જ ડૉ. હિરેન ગાંધી નમસ્ત હાનોઇ, વિયેતનામના બ્રાન્ડ એમ્બેસેન્ડર તરીકે પણ સેવા આપી રહ્યા છે. આ બે આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કરનાર તેઓ પ્રથમ ગુજરાતી વેપારી બન્યા છે, જે સમગ્ર ગુજરાતી સમાજ અને ભારતીય વેપાર જગત માટે ગર્વની બાબત છે.
ડૉ. હિરેન ગાંધી છેલ્લા ઘણા વર્ષોથી આંતરરાષ્ટ્રીય વેપાર, કોમોડિટી માર્કેટ, વૈશ્વિક સપ્લાય ચેઇન, વેપાર વિવાદો અને ભૂરાજકીય મુદ્દાઓ પર સક્રિય રીતે કાર્યરત છે. તેમના જ્ઞાન અને અનુભવના પરિણામે તેમણે વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચો પર મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
ડો. હિરેન ગાંધીની નોંધપાત્ર સિદ્ધિઓ
500થી વધુ સંશોધન લેખો અને વિશ્લેષણાત્મક આર્ટીકલ્સનું પ્રકાશન
400થી વધુ આંતરરાષ્ટ્રીય અને વ્યાપારી વિવાદોના સફળ નિરાકરણમાં માર્ગદર્શન
300થી વધુ ટેલિવિઝન અને મીડિયા ઇન્ટરવ્યુ દ્વારા વેપાર અને અર્થતંત્ર અંગે જનજાગૃતિ
ડૉ. હિરેન ગાંધીની આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત સફળતા નથી, પરંતુ ગુજરાતની ઉદ્યોગસાહસિકતા, વેપારી પરંપરા અને વૈશ્વિક સ્તરે ગુજરાતી વેપારીઓની વધતી પ્રતિષ્ઠાનું પ્રતિક છે.
અમદાવાદના 1470, ન્યૂ માધુપુરા સ્થિત તેમના કાર્યાલયથી તેઓ આંતરરાષ્ટ્રીય વેપાર, નિકાસ-આયાત, કોમોડિટી વિશ્લેષણ અને વૈશ્વિક વ્યવસાયિક સહયોગના ક્ષેત્રમાં સતત યોગદાન આપી રહ્યા છે.
આ અવસરે દેશ-વિદેશના વેપારીઓ, ઉદ્યોગપતિઓ, રાજદ્વારીઓ અને વિવિધ સંસ્થાઓએ ડૉ. હિરેન ગાંધીને શુભેચ્છાઓ પાઠવી છે અને તેમની ભવિષ્યની સફળતાઓ માટે શુભકામનાઓ વ્યક્ત કરી છે.