શ્રી સત્યનારાયણ મંદિરે અન્નકૂટ ઉત્સવનું આયોજન
'છોટીકાશી' કહેવાતા જામનગરમાં સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ શ્રી સત્યનારાયણ મંદિરે હિન્દુ નૂતન વર્ષ વિક્રમ સંવત ૨૦૮૨ નાં આરંભ નિમિત્તે ચૈત્ર સુદ એકમનાં દિને તા. ૩૦/૩/૨૦૨૫ ને રવિવારે સાંજે ૫:૩૦ થી ૮ દરમ્યાન અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
નવ વર્ષનાં આરંભે સૌપ્રથમ ભગવાનને ભોગ ધરાવાના ભાવથી અન્નકૂટ ઉત્સવ યોજાય છે. અન્નકૂટ ઉત્સવમાં વહેલા તે પહેલાનાં ધોરણે ૧૫૧ યજમાન સેવાનો લાભ લઇ શકશે. વધુ માહિતી માટે (મો. ૯૫૧૨૪ ૫૪૩૦૦) પર સંપર્ક સાધવાનો રહેશે.
શ્રી દ્વારકાપુરી મંદિરે ફૂલફાગ રસિયા ઉત્સવ
જામનગરમાં ખંભાળીયા ગેઇટ નજીક આવેલ પ્રાચીન શ્રી દ્વારકાપુરી મંદિરે હોળી નિમિત્તે પુષ્ટી માર્ગીય પરંપરા અનુસાર તા. ૯/૩ થી ૧૩/૩ દરમ્યાન પ્રતિદિન બપોરે ૧૨:૩૦ થી ૧:૩૦ દરમ્યાન ફૂલફાગ રસિયાનું આયોજન કરવામાં આવ્યું છે.
ઠાકોરજી ફૂલની પાંખડીઓથી વૈષ્ણવો સાથે હોળી ખેલતા હોય એવા ભાવ સાથે ઉજવાતા આ ઉત્સવનો લાભ લેવા મુખ્યાજી રમેશભાઇ દ્વારા સર્વે વૈષ્ણવોને અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ માહિતી માટે (મો. ૯૪૨૯૫ ૫૭૦૪૫) પર સંપર્ક સાધવાનો રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં VHP મેદાને, ઉનામાં રેલી યોજી પાઠવ્યું આવેદન
April 20, 2025 02:58 PMપશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગણી સાથે પોરબંદરમાં પાઠવાયું આવેદન
April 20, 2025 02:55 PMટીટોડીએ સમય કરતા વહેલા ઈંડા મૂક્યા અને બચ્ચા પણ આવી ગયા!
April 20, 2025 02:54 PMરાજકોટ : 32 કેન્દ્ર પર 7 હજાર ઉમેદવારો આપશે GPSCની પરીક્ષા
April 20, 2025 02:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech