હિજાબ, ગણવેશ, આદેશ અને કઈ જગ્યાએ શું પહેરવું એનો વિવેક

  • December 26, 2023 11:32 AM 

કર્ણાટકમાં કોંગ્રેસના મુખ્યમંત્રીએ મુસ્લિમ વિદ્યાર્થીનીઓને હિજાબ પહેરવાની છૂટ આપી દીધી. તેમના આ નીરનાયને ભાજપે મુસ્લિમોની આળપંપાળ ગણાવી છે. ભાજપની સરકારે મુસ્લિમ છાત્રાઓ શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરી ન શકે એવો આદેશ ગયા વર્ષે આપ્યો હતો. એ પછી સરકાર બદલાઈ ગઈ અને પાંચ રાજ્યોમાં કોંગ્રેસને ધાર્યા મત ન મળ્યા તે પછી કર્ણાટકમાં સીદ્ધ્રામૈયા સરકારે આ નીરનાય લીધો છે તેના રાજકીય સૂચિતાર્થો અનેક છે. એ સંકેતોને બાજુ પર મુકીને તેને સામાજિક અને નૈતિક દ્રષ્ટિએ મૂલવીએ તો પણ નિર્ણય યોગ્ય લાગ્યો નથી. શૈક્ષણિક સંસ્થાઓમાં જો ધાર્મિક પહેરવેશને મંજુરી આપી દેવામાં આવે તો ગણવેશ દ્વારા સમાનતા તથા શિસ્તની જે ભાવના ઉભી કરવાનો ઉદ્ધેશ હોય તે માર્યો જાય છે. બંને ન્યાયાધીશોના મત એકબીજાથી તદ્દન વિરુદ્ધ છે. હવે આ કેસ મોટી બેન્ચને સોંપવામાં આવે તો પણ વ્યક્તિગત પસંદગીને મહત્વ આપવું કે પછી બિનસાંપ્રદાયિકતાને તે નક્કી કરવું પણ મુશ્કેલ બનશે. નાગરિકની વ્યક્તિગત પસંદગી મહત્વપૂર્ણ છે અને ખાસ કરીને પોશાકની પસંદગી બાબતે તો કોને શું પહેરવું તે નાગરિક પોતે જ નક્કી કરવો જોઈએ પણ કઈ જગ્યાએ શું પહેરવું તેની એક મર્યાદા હોય, તેના નિયમો પણ હોય અને કાયદા પણ હોય. કોઈ મસ્જિદ કે મંદિરમાં ટુકા કપડા પહેરવા પર પ્રતિબંધ હોય, અમુક ધાર્મિક સ્થળોમાં માથા પર ઓઢ્યા વગર જઈ શકાય નહીં. સામાજિક મેલાવાદાઓમાં અમુક હદથી ટુકા કપડા પહેરી શકાય નહિ એવા અસંખ્ય લેખિત કે અલેખિત નિયમો હોય છે. એ જ રીતે સૈન્ય કે પોલીસ જેવી સંસ્થાઓમાં ગણવેશ પહેરવો ફરજીયાત છે. કંપનીઓ પણ પોતાના કામદારો માટે ગણવેશ રાખે છે. સરકારી સંસ્થાઓ પણ ગણવેશ રાખે છે. આ બધામાં જો ધાર્મિક પહેરવેશ પહેરવા માટે છૂટ આપી દેવામાં આવે તો ગરબડ થઇ જાય. ધાર્મિક સ્વાતંત્ર્યના અધિકારને ક્યાં શુધી લાગુ કરવો એ પણ એક પ્રશ્ન છે. વાસ્તવમાં ધર્મ વ્યક્તિગત બાબત હોવી જોઈએ અને સમાજમાં તેનો દેખાડો હોવો જોઈએ નહિ. ધર્મને સંપૂર્ણ વ્યક્તિગત બાબત બનવી દેવાનો કાયદો જ સાચી ધર્મનિરપેક્ષતાલાવી શકે . કોઈ માણસ પોતાને પસંદ હોય એ ધર્મનું પાલન કરી શકે પણ તેનું રેફ્લેક્ષન સમાજ પર કે અન્ય ક્યાય પડવું જોઈએ નહીં. આવું કરવામાં આવે તો સમાજ અને દેશ ધાર્મિક કટ્ટરતાથી મુક્ત થઇ શકે. આ દેશને ધર્મથી જ મુક્ત કરાવવાની જરૂર છે. ધર્મ જે વ્યક્તિગત હોવો જોઈએ તે અત્યારે તમામ બાબતો પર અસર કરનાર બની ગયો છે. રાજકારણ ધર્મઆધારિત બની ગયું છે. શિક્ષણ પણ અમુક ધર્મોમાં તો પૂર્ણપણે ધર્મઆધારિત જ બની રહ્યું છે. સમાજ ધર્મના આધારે વહેચાયેલો છે.રાષ્ટ્ર આખું ધર્મના આધારે જ વિભાજીત છે. વિશ્વ પણ ધર્મના અઆધારે જ વિભાજીત છે. આ સ્થિતિ માનવતા માટે જરા પણ યોગ્ય નથી. જોકે, વિશ્વને ધર્મથી મુક્ત કરવું સંભવ નથી. જેમ જેમ અપને આધુનિક થતાં જઈએ છીએ તેમ તેમ ધર્મના આધારે વધુ વિભાજીત થતાં જઈએ છીએ એ વિડમ્બના છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application