આગામી લોકસભા ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તાર ૭૧ માં સમાવિષ્ટ કોટડા સાંગાણી ખાતે ‘ચુનાવ કી પાઠશાલા' કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તમામ બુથ પર ‘નો યોર પોલીંગ સ્ટેશન' કાર્યક્રમ અંતર્ગત લોકોને મતદાન મથકની અગાઉથી જાણકારી મળી રહે તે માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અહીં મતદારોને મતદાન સંબંધી જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. મતદાન કરવા આવતી વખતે જરૂરી આઇ.ડી. કાર્ડ તેઓનું રજીસ્ટ્રેશન તેમજ કયા રૂમમાં મતદાન કરવાનું રહેશે વગેરેની અગાઉથી માહિતી પૂરી પાડવામાં આવી હતી.
રાજકોટના કોઠારીયા રોડ અને ગોંડલ રોડ ખાતે આવેલા ડી માર્ટ શોપિંગ સેન્ટર પર ખરીદી માટે આવતા ગ્રાહકોને ચૂંટણી તંત્ર દ્વારા મતદાન અંતર્ગત જરૂરી માહિતી પૂરી પાડતી પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ મતદાન ચોક્કસ કરવું જોઈએ તેની સમજ પૂરી પાડવામાં આવી હતી.
આ ઉપરાંત રાજકોટની વિવિધ શાળાઓમાં ગુરુજનો અને સ્ટાફ દ્વારા "મતદાન કરીશું" ના શપથ લેવામાં આવ્યા હતા. જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીના માર્ગદર્શનમાં લોકજાગૃતિના અનેક કાર્યક્રમો હાલ પૂરજોશમાં ચાલી રહ્યા છે, ત્યારે વધુ ને વધુ લોકો મતદાન જાગૃતિ કાર્યક્રમોમાં સહભાગી બનીને "મતદાન ચોક્કસ કરીશું"ના શપથ સાથે લોકશાહીને મજબૂત બનાવવા પ્રતિબધ્ધતા વ્યક્ત કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોડીનાર કેફેના મારામારીના બનાવમાં સામા પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવી
November 23, 2024 10:46 AMસૌરાષ્ટ્રમાં એક માત્ર જામનગર શહેર કે જયાં મોટા ભાગના ટ્રાફીક સીગ્નલો બંધ !!!
November 23, 2024 10:44 AMહળવદમાં ચાલતા ગેરકાયદેસર નોનવેઝના હાટડા દૂર કરવા ન.પા.એ નોટિસ ફટકારી
November 23, 2024 10:43 AMપ્રજાલક્ષી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય માટે એઆઈ ટેકનોલોજી અસરકાર
November 23, 2024 10:41 AMમહારાષ્ટ્રમાં મહાયુતિને લીડ ઝારખંડમાં JMM+
November 23, 2024 10:31 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech