રંઘોળાથી વલ્લભીપુર સુધીનો ધોરી માર્ગ લકવાગ્રસ્ત : વાહન ચાલકો પરેશાન

  • October 05, 2024 02:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ખાડાઓના કારણે કેટલાય વાહન ચાલકોના હાડકા ભાંગી રહેલા અને  વર્લ્ડ બેંકના ફંડમાંથી નિર્માણ થયેલા હાઇ-વે પર ખાડાઓની હારમાળા  ઉમરાળા તાલુકા માંથી પસાર થતો અમરેલી-અમદાવાદ રોડ બિસ્માર હાલતમાં કેટલાય વાહન ચાલકોના હાડકા ભાંગી રહ્યો છે.
ઉમરાળા તાલુકાના રંઘોળા ચોકડી થી વલભીપુર સુધી રોડ નવિનીકરણ કરવામાં તંત્ર લાપરવાહ ધોરી માર્ગમાં મોટા ખાડાઓ અને ડામરની સપાટી મગરની ખાલ જેવી બની ગઇ, ખાડા પૂરાતા નથી રંઘોળા વલ્લભીપુર ધોરી માર્ગ લકવાગ્રસ્ત બન્યા છે જેની મરામત અને નવિનીકરણ કરવા ઉગ્ર માગણી ઉઠવા પામેલ છે રંઘોળા થી વલ્લભીપુર જવાનો ધોરીમાર્ગ લકવાગ્રસ્ત બન્યો છે ધોરી માર્ગમાં મોટા ખાડાઓ અને ડામરની સપાટી મગરની ખાલ જેવી બની ગઈ છે આ ધોરી માર્ગ ઉપરથી આગેવાનો,અધિકારીઓ વહિવટી તંત્રના વડાઓ,પ્રજાના પ્રતિનિધિઓ પસાર થતા હશે તેમ છતાં તેમને આ ધોરી માર્ગ જોઈને દયા આવતી નહિ હોય ખાડાઓ અને ડામરની સપાટી મગરની ખાલ જેવી થઈ ગઈ છે કોઈ ખાડા પુરાવતુ નથી કે પૂરતું નથી આ ગંભીર બાબતે સત્તાતંત્રની ઉદાસીનતા લોકોમાં ટીકાને પાત્ર બનેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application